નવજીવન ન્યૂઝ.મોડાસાઃ દર વર્ષે તહેવાર ટાણે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર મીઠાઈ અને નમકીન વેચાણ કરતા વેપારીઓ ત્યાં ત્રાટકી ખાનાપૂર્તિ કામગીરી કરતુ રહે છે, જેથી નકલી માવાની મીઠાઈ અને અખાદ્ય તેલની નમકીન વેચતા કંદોઈ અને વેપારીઓ બેફામ બની અરવલ્લી જીલ્લાના પ્રજાજનોના આરોગ્ય સાથે છેડેચોક ભંગ કરી કેન્સર જેવી બીમારીની ગર્તામાં ધકેલી રહ્યા છે. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લેભાગુ વેપારીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી કરતા ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મોડાસાના ચાર રસ્તા નજીક આવેલી જાણીતી શ્રી જોધપુર સ્વીટ માર્ટને મીઠાઈમાં ભેળસેળ માટે ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ત્યારે શહેરીજનો હવે આ જાણીતી દુકાનની મીઠાઈ ખાતા અને ખરીદતા પહેલા વિચારવું રહ્યું..!!!
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર નકલી અને ભેળસેળ કરેલ માવાની મીઠાઈ અને અખાદ્ય તેલમાંથી બનાવેલ નમકીનનું દિવાળી પર્વમાં ધૂમ વેચાણ થાય છે મોડાસા શહેરના ચાર રસ્તા નજીક આવેલી આવેલ જાણીતી શ્રી જોધપુર સ્વીટ માર્ટ મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ દરોડા પાડવામાં આવ્યા હતા અને દુકાનમાંથી કાજુ અંજીર કસાટા સહીત અન્ય મીઠાઈના નમુના લેવામાં આવ્યા હતા જેને પરીક્ષણ માટે ખાદ્ય લેબોરેટરીમાં મોકલવા આવતા કાજુ અંજીર કસાટા મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવેલા કલર વધારે પડતો ઉમેરેલો હોવાથી મીઠાઈ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા મોડાસાના એડિશનલ કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં કોર્ટે મીઠાઈમાં ભેળસેળ કરી અખાદ્ય મીઠાઈ વેચનાર જોધપુર સ્વીટ માર્ટના વેપારી રાયકા ગમનારામ ગેવરરામને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મોડાસાના રહેવાસી મીઠાઈના ચાહકો ચિંતિત બન્યાછે ત્યારે હજુપણ લોકોની માગણીઓ છેકે તમામ મીઠાઈની દુકાનો પર સર્વે હાથ ધરવામાં આવે અને મીઠાઈ અને નમકીનના સમયાંતરે નમૂના લઇ પરીક્ષણ કરવામાં આવે તો આવા ભેળસેળીયા વેપારીઓ જીલ્લાના પ્રજાજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અટકાવી શકાય તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












