નવજીવન ન્યૂઝ.મોડાસાઃ મોડાસા શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી પોલીસ ચોકી પાછળ ખુલ્લી જગ્યામાં રહેતા અને ભંગાર વીણવાનું કામ કરતા પિતા સાથે રહેતી ૧૦ વર્ષીય પુત્રી અને ૮ વર્ષનો પુત્ર ૧૫ દિવસ અગાઉ બજારમાંથી ગુમ થઇ જતા ભારે ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા SP સંજય ખરાતે ગુમ થયેલ બંને બાળકોને શોધી કાઢવા DySP ભરત બસિયા અને ટાઉન PI નીતિમીકા ગોહીલને તાકીદ કરતા પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને નેત્રમ કેમેરા અને શહેરની દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બાળકોને ડીસામાં તેના મામાના ઘરેથી સહીસલામત હાલતમાં મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. બંને બાળકો તેમના પરિવારજનોને જોઈ ભાવ વિભોર બન્યા હતા.
ગુજરાત રાજ્યમાં બાળકોનું અપહરણ કરી શહેરી વિસ્તારોમાં ભીખ મંગાવવાનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું જેમાં મુખ્યત્વે ગરીબ અને શ્રમિક પરિવારના ભૂલકાઓનું અપહરણ કરનાર ટોળકીઓ સક્રિય છે ત્યારે મોડાસા શહેરમાંથી બે શ્રમજીવી બાળકો ગુમ થતા ટાઉન પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસે દોડતી થઈ હતી અને નેત્રમ કેમેરા અને સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે જીલ્લા સેવાસદન સુધી જોવા મળ્યા હતા. જે અંગે સઘન તપાસ કરતા બંને બાળકો ડીસા શહેરમાં તેના મામાના ઘરે હોવાની જાણ થતા તાબડતોડ PSI માળી અને તેમની ટીમને ડીસા રવાના કરવામાં આવી હતી અને તેના મામાના ઘરેથી બંને બાળકો સહી સલામત મળી આવતા હાશકારો અનુભવ્યો હતો અને બંને બાળકોને મોડાસા લઇ આવી તેમના પરિવારજનોને સુપ્રત કર્યા હતા બંને બાળકોએ તેમના પિતા ત્રાસ આપતા હોવાથી મામાના ઘરે જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












