Saturday, August 15, 2026
HomeGujaratમોડાસાઃ ST બસમાં મુસાફરને લેપટોપ વાપરવા બદલ કંડક્ટરે ધરાર ટિકિટ લેવડાવી

મોડાસાઃ ST બસમાં મુસાફરને લેપટોપ વાપરવા બદલ કંડક્ટરે ધરાર ટિકિટ લેવડાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોડાસાઃ ગુજરાત એસ. ટી. બસ અવાર-નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે આજે એસ. ટી. બસને લઈને એવી વાત સામે આવી છે કે જે સાંભળીને તમે આશ્રર્ચમાં પડી જશો. ગુજરાતભરમાં રોજ લાખોની સંખ્યામાં લોકો એસ. ટી. બસમાં (ST Bus) મુસાફરી કરતાં હોય છે. એસ.ટી. બસમાં ક્યારેક મુસાફરો મોબાઈલ, લેપટોપ કે પછી નોટબુકમાં કામ કરતાં પણ જોવા મળતા હોય છે. ત્યારે અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસામાં (Modasa) એસ. ટી. બસમાં (GSRTC Bus) મુસાફરી કરતી વખતે મુસાફરને લેપટોપના વપરાશ માટે કંડક્ટરે પરાણે ટિકિટ (Ticket For Laptop) લેવડાવી હતી. જોકે સમગ્ર મામલો સોશિયલ મીડિયા થકી બહાર આવતા એસ. ડી. વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મોડાસાથી બેંકની પરીક્ષા આપવા માટે ભાવિન પરમાર નામનો યુવક તેના મિત્ર સાથે એસ. ટી. બસમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહ્યો હતો. આ દરમિયાન ભાવિનને કામ હોવાથી તે ચાલુ મુસાફરી દરમિયાન બસમાં લેપટોપ ચાલુ કરીને કામ કરી રહ્યો હતો. આ સમયે મહિલા કંડક્ટર ભાવિનને લેપટોપ ન વાપરવા માટે અને બંધ કરવાની સુચના આપી હતી. પરંતું ભાવિનને કામ હોવાથી લેપટોપ ચાલું રાખ્યું હતું. જેથી મહિલા કંડક્ટરે ભાવિનને ટિકિટ લેવા માટે દબાણ કરીને ટિકિટ આપી હતી.

- Advertisement -

આ અંગે ભાવિનએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે બેંકની પરિક્ષા આપવા માટે મોડાસાથી અમદાવાદ તેના મિત્ર સાથે આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં મિત્રનો ફોન આવતા હું લેપટોપ કાઢીને જરૂરી કામ કરી રહ્યો હતો, ત્યારે કંડક્ટરે કહ્યું હતું કે, લેપટોપનો વપરાશ કરવો હોય તો ટિકિટ લેવી પડશે, જેથી મેં આવો કોઈ નિયમ કે પરિપત્ર હોય તો બતાવા તેમ કહ્યું હતું, પરંતું કંડક્ટર અસભ્ય વર્તન કર્યું હતું, હું અને મારા મિત્ર બંને પાસે લેપટોપ હતું જેથી બંને જોડેથી લગેજની ટિકિટ રૂપિયા 88 લીધી હતી.

ભાવિન પરમારને એસ. ટી. બસનો કડવો અનુભવ થતાં આ અંગે ફેસબુકમાં ટિકિટનો ફોટો મુકીને પોસ્ટ કરી હતી. જેથી આ મામલો ચર્ચામાં આવ્યો હતો. આ અંગે મોડાસા એસ. ટી. બસ સ્ટેન્ડના ડેપો મેનેજર એચ. આર. પટેલે જણાવ્યું હતું કે, અંતોલીથી અમદાવાદ જતી લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવી હતી. પરંતું નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની હોતી નથી, જો ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે, તેની ટિકિટ આપવાની થતી હોય છે, સોશિયલ મિડિયા દ્વારા જે ફરિયાદ મળી છે, તેનું રિફંડ કરવામાં આવશે, સાથે જ કંડક્ટરનું નિવેદન પણ લેવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular