Saturday, April 18, 2026
HomeGeneralમોડાસા : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ધોળા દિવસે સગીર યુવતીનો હાથ...

મોડાસા : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ધોળા દિવસે સગીર યુવતીનો હાથ પકડી છેડતી કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોડાસા: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક તરફી પ્રેમમાં પાગલ બનેલા સનકી પ્રેમીઓએ તેમની પ્રેમિકાઓને સરજાહારે રહેશી નાખી હોવાની ઘટનાઓ સતત બની રહી છે. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની કોલેજ કરતી એક સગીરાના એક તરફી પ્રેમમાં પ્રેમાંધ બનેલ યુવકે કોલેજ માંથી છુટેલી સગીરાનો પીછો કરી મોડાસા શહેરની ખડાયતા બોર્ડિંગ સામે હાથ પકડી લઈ છેડતી કરતા સગીરાએ પ્રતિકાર આપ્યો હતો.

સનકી પ્રેમીએ સરાજાહેર બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરા પારેવાની માફક ફફડી ઉઠી હતી તેની સાથે બનેલી ઘટનાની જાણ પરિવારજનોને કરતા પરિવારજનોએ હિંમત આપતા સગીરાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં સનકી પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -



મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરા મોડાસા કોલેજમાં અભ્યાસ કરી રહી છે. સગીરાના પ્રેમમાં એક તરફી પાગલ બનેલ યુવક છેલ્લા અઢી વર્ષથી સગીરાનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો જો કે સગીરાએ તેની અને પરિવારજનોની ઈજ્જત ન જાય એટલે સહન કરતા એક તરફી પ્રેમમાં પ્રેમાંધ યુવકની હિંમત ખુલી જતા ગુરુવારે બપોરે સગીરા કોલેજ થી છૂટતા તેનો પીછો કરી ખડાયતા બોર્ડિંગ સામે સગીરાનો હાથ પકડી લઇ છેડતી કરવાનું ચાલુ કરતા સગીરાએ હિંમતપૂર્વક હાથ છોડાવી પ્રતિકાર કરતા પ્રેમમાં અંધ બનેલ યુવકે બીભસ્ત ગાળો બોલવાની સાથે જાનથી મારી નાખવાં ધમકી આપતા આખરે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ સાયકો પ્રેમીને સબક શીખવાડવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.

સમગ્ર બાબતે મોડાસા ટાઉન પોલીસે સગીરાની ફરિયાદના આધારે પાર્થ ઉર્ફે પપ્પુ શૈલેષભાઈ પરમાર (રહે,ઢાંખરોલ) ઇપીકો કલમ-૩૫૪(ડી),૫૦૪,૫૦૬(૨) અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular