Saturday, May 2, 2026
HomeGeneralઠંડીમાં પણ ચોરોએ ડ્રેસ કોડ ન બદલ્યોઃ ધનસુરાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા:...

ઠંડીમાં પણ ચોરોએ ડ્રેસ કોડ ન બદલ્યોઃ ધનસુરાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા: CCTVમાં ચડ્ડી ગેંગ થઈ કેદ

- Advertisement -

નવજીવન. મોડાસાઃ આ તાપમાનમાં ભલભલા વ્યક્તિ રક્ષણ મેળવવા વિવિધ પોષાક પહેરતા થયા છે જોકે અહીં અરવલ્લીમાં ચોરોની એક ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે તેમણે ચડ્ડીનો પોતાનો ડ્રેસ કોડ બદલ્યો નહીં અને આટલી ટાઢમાં પણ ચડ્ડી પહેરી ચોરી કરવા નિકળ્યા હતા. ચોરોએ ભલે ઉપર જેકેટ પહેર્યા પણ ચડ્ડી પહેરી ચોરી કરવાની પોતાની પેટર્ન ન બદલતા લોકોમાં આશ્ચર્ય હતું. અરવલ્લી જિલ્લાના ટીંટોઇ બાદ હવે ધનસુરાને તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ધનસુરાના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ધનસુરામાં તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધનસુરાની બંસીધર સોસાયટીમાં આવેલા બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટકયા હોવાનું સામે આવ્યું છે. બંસીધર સોસાયટીના બે બંધ મકાનોના તાળા તોડી ઘરમાં પ્રવેશી તિજોરી અને કબાટમાં રાખેલો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. રાત્રીના સમયે આસપાસના રહીશો જાગી જતા તકરો ભાગો છૂટ્યા હતા. સ્થાનિકોએ રાત્રે પોલીસ સ્ટેશનનો ફોન રણકાવ્યો હતો પરંતુ ફોન ન ઉપાડતા સ્થાનિકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે બન્ને મકાનોમાંથી તસ્કરોને કઈ ખાસ મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -



મધુવન સોસાયટીના સીસીટીવીમાં ચડ્ડી ગેંગ થઈ કેદ

ધનસુરાની મધુવન સોસાયટી લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા માં ચડ્ડી ગેંગ કેદ થતા પોલીસે એ દિશામાં તપાસ હાથધરી છે.

- Advertisement -

ધનસુરામાં જાહેર જગ્યાઓ પર કેમેરા ક્યારે લાગશે…???

ધનસુરા સૌથી મોટી પંચાયત હોવા છતાં ધનસુરા માં જાહેર જગ્યા એ કોઈ કેમેરા ન હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માં પોલીસ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થઈ રહી છે. ત્રીજી આંખનું કામ કરતા સીસીટીવી કેમેરા ધનસુરાની જાહેર જગ્યાઓ જેવી કે ચારરસ્તા , બાયડ રોડ, મોડાસા રોડ અને તલોદ રોડ વિસ્તારમાં લગાવવામાં આવે તો છાછ વારે બનતી ચોરીની ઘટનાઓ તેમજ અકસ્માત જેવી ઘટનાઓમાં પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ બને ત્યારે ધનસુરામાં ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular