Saturday, March 15, 2025
HomeGujaratગુજરાતમાં વધુ એક વાર જાતિવાદના કારણે દલિત યુવકનો ભોગ લેવાયો, જાણો ક્યાંની...

ગુજરાતમાં વધુ એક વાર જાતિવાદના કારણે દલિત યુવકનો ભોગ લેવાયો, જાણો ક્યાંની છે ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહિસાગર: Mahisagar Dalit Youth Died: ગુજરાતમાં તાજેતરમાં દલિતો પર આત્યચારની ઘટનાના આંકડાઓ સામે આવ્યા હતા, જે આંકડા ઘણા ચોંકાવનારા હતા. ત્યારે વધુ એક વાર જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના મારથી દલિત યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. મહિસાગર (Mahisagar) જિલ્લાના ખાનપુર (Khanpur) તાલુકામાં લીમડીયા ચોકી પાસે આવેલી હોટલમાં દાલબાટી ઓછી આપવાના મામલે યુવક અને દુકાનદાર વચ્ચે માથકૂટ થઈ હતી. જેમાં યુવક દલિત સમાજનો (Dalit Youth) હોવાથી દુકાનદારે યુવકને ઢોર માર મારી જાતિ વિષયક શબ્દો કહી અપમાનિત કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકને ઢોર માર મરતા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને મહિસાગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ તબિયત લથડતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યુ છે. ઘટનાને પગલે પરિવારે બાકોર પોલીસેમાં ફરિયાદ નોંધવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હોટલ સંચાલકની ધરપકડની તજવીજ હાથધરી છે.

પ્રાપ્ત માહિત અનુસાર, મહિસાગરના લીમડીયા ગામમાં રહેતા રાજુ વણકર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ શુક્રવારે રાજુના પરિવારના સભ્યો કોઈ પ્રસંગમાં બહાર ગયા હતા. જેથી રાજુ લીમડીયા ચોકડી પાસે આવેલી હોટેલમાં દાલબાટી લેવા ગયો હતો. જ્યાં ગતરોજ શુક્રવાર 9 વાગ્યાના અરસામાં હોટેલ કર્મચારીએ દાલબાટી ઓછી આપતા રાજુએ દાલબાટી કેમ ઓછી આપે છે, તેવું કહેતા હોટેલનો માલિક અમિત પટેલ ઉશ્કેરાયો હતો અને રાજૂ સાથે બોલચાલી કરી હતી. જોતાજોતામાં મામલો ઉગ્ર બનતા અમિત પટેલે રાજુને ગાળો આપી જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કર્યો હતો અને આટલેથી ન અટકતા રાજૂ વણકરને પેટના ભાગે લાતો મારી ઢોર માર માર્યો હતો. તેમજ બીજી વખત હોટલ પર આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

- Advertisement -

ત્યારબાદ રાજુ રીક્ષા લઈ ઘરે પહોંચ્યો હતો અને અચાનક તેના પેટમાં જોરદાર દુખાવો ઉઠતા તેને તાત્કાલિક એમ્બ્યુલેન્સ મારફતે મહીસાગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની હાલત બગડતા તેને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન આજે રાજૂ વણકરનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોએ હોટેલ સંચાલક અમિત પટેલ સામે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના ગુનાની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તપાસ તેજ કરી છે. યુવકના મૃત્યુ બાદ પરિવારજનોએ જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular