Saturday, July 18, 2026
HomeGeneralસંકેત? અમિત શાહ સાથે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે વાસણિયા મહાદેવના દર્શન કર્યા

સંકેત? અમિત શાહ સાથે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે વાસણિયા મહાદેવના દર્શન કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ભાજપમાં મહેન્દ્રસિંહ વાઘેલાના જોડાવાના સંકેત મળી રહ્યા છે. મહેન્દ્રસિંહ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. જેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો ઘણા વર્ષોથી ચાલી રહી હતી. દરમિયાનમાં અષાઢી બીજે મહેન્દ્રસિંહને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પૈતૃક વતનમાં વાસણિયા મહાદેવે દર્શન કરવા માટે આમંત્રિત કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં નવા અપડેટ્સ જોવા મળી રહ્યા છે.



જે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહની રાજકીય કારકિર્દીને લાંબો સમયથી વેગ મળે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા ત્યારે અચાનક અમિત શાહ દ્વારા તેમની સાથે વાસણિયા મહાદેવમાં દર્શન કરવામાં આવતા તેઓની કારકિર્દી ફરી પાટે ચઢી ગયાનું માનવામાં આવે છે. જોકે આ વખતે માત્ર મહેન્દ્રસિંહ જ નહીં પણ શંકરસિંહ વાઘેલાના એક સમયના નજીકના માનવામાં આવતા હરિભાઈ ચૌધરી પણ ત્યાં જ હતા. વર્ષ 2018માં જ મહેન્દ્રસિંહને ખુદ અમિત શાહે જ ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. જે તે સમયે તેમના ભાજપમાં જોડાવાને કારણે શંકરસિંહ નારાજ થયા હતા. દરમિયાનમાં મહેન્દ્રસિંહને વિધાનસભા ચૂંટણીઓમાં ટિકીટ મળશે તેવી વાતો વહેતી થઈ હતી આવી જ રીતે જ્યારે અમિત શાહે હાલમાં તેમને વાસણિયા મહાદેવ ખાતે બોલાવ્યા ત્યારે આગામી ચૂંટણીમાં મહેન્દ્રસિંહને ટિકીટ મળશે તેવી અટકળો લગાવાઈ રહી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular