નવજીવન ન્યૂઝ.કચ્છઃ ગુજરાતમાં નશાની ખેતી સામે પોલીસની કામગીરી વચ્ચે કચ્છ જિલ્લામાં મોટો ખુલાસો થયો છે. રાપર તાલુકાના ભીમાસર ગામની જંગલ સીમમાં સરકારી જમીન પર કરવામાં આવેલી અફીણની ખેતીનો પર્દાફાશ થયો છે. સરહદ રેન્જ સાયબર સેલની ટીમે બે એકરના ખેતરમાંથી અંદાજે એક લાખ અફીણના છોડ મળ્યા હોવાનું જણાવ્યું છે અને સ્થળ પરથી ત્રણ શખસોને અટકમાં લીધા છે.
બાતમીના આધારે રાત્રે દરોડો
સરહદ રેન્જની સાયબર સેલ ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે સોમવાર રાત્રે ભીમાસર ગામની જંગલ સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સરકારી પંચો, ફોરેન્સિક અધિકારી અને વીડિયોગ્રાફર સહિત લગભગ પંદર સભ્યોની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બે એકરના વિસ્તારમાં મોટા પાયે અફીણના છોડ વાવવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. છોડોની સંખ્યા હજારોમાં હોવાનું પ્રાથમિક અંદાજ છે, જે કુલ મળીને એક લાખ સુધી પહોંચી શકે છે.
3 શખસોની અટકાયત
દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવ્યા છે. પોલીસ હાલ આરોપીઓ પાસેથી પૂછપરછ કરી રહી છે કે સરકારી જમીન પર આ ખેતી ક્યારથી શરૂ કરવામાં આવી હતી અને પાછળ કોણ-કોણ સંડોવાયેલ છે.
કચ્છમાં અફીણની ખેતીનો સૌથી મોટો કેસ?
કચ્છ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અગાઉ ગાંજા અને અફીણના નાના-મોટા કેસ નોંધાયા છે, પરંતુ ભીમાસર ગામની જંગલ સીમમાં ઝડપાયેલી આ ખેતીને અત્યાર સુધીનો સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે.
પોલીસ હવે નીચેના મુદ્દાઓ પર તપાસ કરશે:
આ ગેરકાયદેસર ખેતી કેટલા સમયથી ચાલી રહી હતી?
સરકારી જમીન પર ખેતી માટે કોની મદદ લેવામાં આવી?
અફીણ-પોશના ડોડાનું વેચાણ ક્યાં અને કોને કરવામાં આવતું હતું?
અન્ય કોઈ મોટું નેટવર્ક તો સંકળાયેલું નથી ને?
ફરિયાદ નોંધાયા બાદ NDPS અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








