નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં વરસાદીની જબરજસ્ત બેટીંગની શરૂઆત ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે રાજકોટ શહેર અને ગ્રામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ન્યારી-૨ ડેમનાં ૬ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવ્યા છે. પાણી છોડવામાં આવતા કાંઠાના વિસ્તારોના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી 12384 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. એક દિવસ અગાઉ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જે રીતે વરસાદે શહેરને ધમરોળી નાખ્યું હતું તેમ હવે રાજકોટનો વારો આવ્યો હોય તે પ્રકારે વરસાદ અનરાધાર વરસી રહ્યો છે.
રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરતા રાજકોટ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ કલેક્ટર દ્વારા આપાતકાલીન પરિસ્થિતિ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નંબર જાહેર કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ન્યારી ડેમ-2ના 6 દરવાજા 3 ફુટ ખોલવામાં આવતા પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, તરઘડી, વણપરી ગામમાં નદીના પટમાં અવરજવર નહીં કરવા સુચના આપવામાં આવી છે. સાથે જ આજી-3 ડેમના 3 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા છે. ઉપરાંત ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસેનો ભાદર-2 ડેમ ભરાઈ જતા 2024 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
રાજકોટમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થતાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી. ભારે વરસાદને પગલે રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરના નાળું પાણીથી છલકાઈ ગયા છે. કાલરાતથી અત્યારસુધી 9 ઈંચ વરસાદ વરસતા જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદના કારણે ધોરાજીના સુપેડીથી નાનીવાવડી તરફના રૂટને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ભાડવા વચ્ચે આવેલ બેઠી ધાબીના પુલ પર સવારે 9-30 થી 11-00 દરમ્યાન પાણીના ભારે પ્રવાહના કારણે અવર જવર બંધ કરવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








