Wednesday, September 23, 2026
HomeGujaratમાંડવીના જહાજમાં મધ દરિયે આગ લાગી, લોકો જીવ બચાવવા દરિયામાં કૂદયા, દુબઈથી...

માંડવીના જહાજમાં મધ દરિયે આગ લાગી, લોકો જીવ બચાવવા દરિયામાં કૂદયા, દુબઈથી યમન જતું હતું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. માંડવીઃ માંડવીનું જહાજ દુબઈથી યમન જવા માટે નીકળ્યું હતું. આ દરમિયાન મધ દરિયે જ જહાજમાં આગ ફાટી નીકળી હતી. માંડવીના સલાયાના જહાજમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું અને આખુ જહાજ આગની ચપેટમાં આવી ગયું હતું. જહાજમાં આગ લાગતા 15 ક્રૂ મેમ્બર્સએ જીવ બચાવવા માટે દરિયામાં કુદી પડ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, માંડવીમાં બે વર્ષ અગાઉ આવેલા સાલેમામદ આમદ સમેજા અને તેના ભાઈ ઈબ્રાહિમ આમદ સમેજાની માલિકીનું જહાજ જેની કિંમત 4 કરોડ જેટલી છે. જહાજ પર એમએનડી 2172 નંબર અને અલ આલમ જહાજ લખેલું જહાજ ગત 12 તારીખે દુબઈથી 1 ટન કાર્ગો લઈને યમન જવા માટે નીક્ળ્યું હતું. આ દરમિયાન સવારે 11 વાગ્યાની આસપાસ મચ્છીરા ટાપુ નજીક આવવાનું હતું ત્યારે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

- Advertisement -

આગ આખા જહાજમાં પ્રસરી જતા 15 ક્રૂ મેમ્બર્સએ જીવ બચવવા દરિયામાં કુદી પડ્યા હતા. જોકે આ સમયે અન્ય જહાજ ત્યાંથી પસાર થતાં 15 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. આ તમામ ક્રૂ મેમ્બર્સ સલાયાના હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રૂ મેમ્બર્સ મધ દરિયે હોવાના કારણે કઈ જગ્યાએ ઉતરવાના છે તે જાણી શકાયું નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular