નવજીવન ન્યૂઝ. કચ્છઃ Kutch News : ગુજરાતમાં છેલ્લા કેટલાસ સમયથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. જેની સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ અને ભુસ્તર વિભાગ હોવા છતાં પણ આ ખનીજ ચોરીની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે કચ્છમાં (Kutch) તો ખનીજ ચોરી (Minerals Theft) અંગેની ફરિયાદ છેક મુખ્યમંત્રી (Chief Minister) સુધી કરવામાં આવી છે. આ ખનીજ બીજુ કોઈ નહીં પરતું અબડાસાના (Abdasa) ધારાસભ્યનો પુત્ર જ કરતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ડબલ એન્જીનની સરકાર પોતાના ધારસભ્યના પુત્ર સામે કોઈ કાર્યવાહી કરશે કે ભીનું સંકેલી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે.
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની (MLA Pradyumansinh Jadeja) સત્તાના જોરે તેમનો પુત્ર અર્જુનસિંહ જાડેજા બેફામ ખનિજની ચોરી કરી રહ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ અંગેની ફરિયાદ હવે મુખ્યમંત્રીના દ્વાર સુધી પહોંચી છે. ભુજ તાલુકાના મોટા ગામના રહેવાસી પૃથ્વીરાજસિંહ સોઢા નામના વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અબડાસાના ધારસભ્યના પુત્ર બેફામ ખનિજની ચોરી કરે છે, તેમની સામે અવાજ ઉઠાવવા માટો કોઈ પણ તૈયાર થતું નથી અને અવાજ ઉઠાવે તો ધાક ધમકીઓ આપીને સત્તાનો દુરઉપયોગ કરીને દબાવી નાખે છે.
વધુમાં જણાવ્યું છે કે, અર્જુનસિંહના પોતાના નામે કચ્છમાં બ્લેકટ્રેપની લીઝ છે, આ લિઝ વિસ્તાર બહારથી જ હજારો ટન ખનીજ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા છે. અર્જુનસિંહને પોતાની ગાડીઓ છે, જે ફુલ ઓવરલોડમાં ચાલે છે અને રોયલ્ટી કરતાં વધારે માલ ભરી જાય છે, લીઝની માપણીશીટના આધાર પર માપણી કરવામાં આવે તો તથ્ય બહાર આવી જાય તેમ છે. અર્જુનસિંહ દ્વારા લક્ષ્મીપર વિસ્તારમાં ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનીજની ચોરી કરવામાં આવી છે, રાત્રીના સમયમાં પણ પોતાની ગાડીઓથી બેન્ટોનાઈટ ચોરી કરે છે, સાથે જ દેચડા તાલુકામાં નદીમાંથી રેતીની ચોરી પણ કરવામાં આવે છે, જો આની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ થાય તેમ છે.
અર્જુનસિંહનો નખત્રાણા GIDCમાં સ્ટોકયાર્ડ પણ છે. આ સ્ટોકયાર્ડની તપાસ કરવામાં આવે તો તેમાંથી પણ કૌભાંડ બહાર આવી શકે છે, અબડાસામાં કામ કરતા નાના-મોટા કોન્ટ્રાક્ટરોને દબાવીને પૈસાની વસુલી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો અર્જુનસિંહની સત્તાની બીકથી બહાર આવતા નથી, અબડાસામાં આવતી પવનચક્કીઓમાં પણ અર્જુનસિંહ 33 ટકાના પાર્ટનર છે, જો કોઈ કંપની પાર્ટનરશીપ આપવાનો ઈનકાર કરે તો તેને કામ કરવા દેવામાં નથી આવતું. અર્જુનસિંહની છેલ્લા પાંચ વર્ષની આવકની તપાસ કરવામાં આવે તો ધણું સત્ય બહાર આવી શકે તેમ છે. પ્રદ્યુમનસિંહ ધારાસભ્ય બન્યા બાદ પુત્રની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. આટલા ટુંકા સમયમાં કરોડો રૂપિયાની આવક ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવે, તેવી માગ ફરિયાદમાં કરવામાં આવી છે.
Tag: Mining Scam in Kutch, Mineral Theft in Abdasa, Kutch
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








