નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News: જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Jamnagar Police) વિસ્તારમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધા બાદ પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, સિટી એ ડિવિઝનના 4 જેટલા ડી-સ્ટાફના કર્મચારીઓના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. જોકે પોલીસ દ્વારા આ આક્ષેપોને નકારવામાં આવ્યા છે અને પોલીસનું કહેવું છે કે, મહિલાએ ઘર કંકાસથી કંટાળીને આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાથમિક જાણકારી મુજબ, જામનગરમાં સાધના કોલોનીમાં રહેતા અને પાનનો ગલ્લો ચલાવતા બિપિન ચાવડાના પત્ની ભારતી ચાવડાએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે. ભારતી ચાવડાએ એસિડ પી લેતા તેમને સારવાર માટે જી. જી. હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થતાં આ ઘટના પ્રત્યાઘાત પડશે તેવું ચર્ચાઇ રહ્યું છે. મહિલાના મૃત્યુ પછી પરિવારે આક્ષેપ કર્યો છે કે, બિપિન અને તેના ભાઈ હિતેશ સામે પોલીસ કેસ હોવાથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના કર્મચારીઓ બિપિન અને તેની પત્નીને હેરાન કરતાં હતા, જેનાથી કંટાળીને ભારતી ચાવડાએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે.
આ અંગે હાલ PI નિકુંજ ચાવડા તપાસ કરી રહ્યા છે. નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં સિટી એ ડિવિઝનના PI નિકુંજ ચાવડાએ જણાવ્યું હતું કે, “હાલ ભારતી ચાવડાના આત્મહત્યા કેસની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે એવું સામે આવ્યું છે કે, ઘર કંકાસમાં તેમણે આત્મહત્યા કરી લીધી છે. તેમનો પરિવાર પોલીસ કાર્યવાહી અને કાયદાનો જાણકાર છે, તેના કારણે તેમણે દોષનો ટોપલો પોલીસ માથે ઢોળી દીધો છે. બિપિન સામે છેલ્લા 3થી 4 વર્ષમાં 28 જેટલા કેસ નોંધાયેલા છે અને તેના ભાઈ હિતેશ સામે 50 કરતાં વધારે કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત બંને ભાઈ સામે પાસા આપણ કરવામાં આવેલી છે. આ કારણે તેમનો પરિવાર પોલીસ કાર્યવાહીથી વાકેફ છે. પરિવારના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી છે અને પરિવાર સામે કાર્યવાહી ન થાય તે માટે પોલીસને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








