Monday, June 8, 2026
HomeNationalચૂંટણી 2026 : 3 રાજ્યોમાં થયું જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84...

ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં થયું જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84 ટકા, પુડ્ડુચેરીમાં અથડામણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી (Kerala, Assam and Puducherry Assembly Election 2026) માટે એક જ તબક્કામાં મતદાન થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા અનુસાર આસામમાં સૌથી વધુ 84.42 ટકા, પુડ્ડુચેરીમાં 86.92 ટકા અને કેરળમાં 75.01 ટકા મતદાન નોંધાયું છે. આસામમાં કોંગ્રેસે ઉદલગુડી બેઠકના ઉમેદવાર સુરેન ડેમરી સામે ફરિયાદ આપી છે કે, તેમણે પક્ષ વિરુદ્ધ નિવેદન આપી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે સુરેન ડેમરી સામે FIR નોંધાવવા પ્રયત્નશીલ બની છે.

કેરળની 140, આસામની 126 અને પુડ્ડુચેરીની 30 બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહી છે. આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માગે છે. આસામના સોનિતપુર જિલ્લામાં એક મતદાન અધિકારી દેબેન હોરો (ઉ. 45) મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના સ્થાને રિઝર્વ સ્ટાફ મૂકીને મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. જ્યારે આસામના કાર્બી આંગલોંગમાં મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Inside Polling Station Video Viral) થતા ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે FIR દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -

કેરળની તમામ 140 બેઠકો પર 883 ઉમેદવારો વચ્ચે હરિફાઈ છે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું LDF ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે. જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું UDF પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યો છે.

કેન્દ્રશાસિત પુડ્ડુચેરી (Puducherry) માં 30 બેઠકો પર વિવિધ પક્ષોના 294 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જોકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી. વિધાનસભા ચૂંટણીની સાથે જ આજે કર્ણાટકની 2, નાગાલેન્ડની 1 અને ત્રિપુરાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગોવામાં પણ એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દેતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular