Sunday, April 19, 2026
HomeGujaratGandhinagar'ગુંડાઓ AAP કાર્યકરોને રોકે, ગુંડાઓ જ ફોન કરીને પોલીસ બોલાવે'- કેજરીવાલનો ભૂપેન્દ્ર...

‘ગુંડાઓ AAP કાર્યકરોને રોકે, ગુંડાઓ જ ફોન કરીને પોલીસ બોલાવે’- કેજરીવાલનો ભૂપેન્દ્ર પટેલને પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને આપના કાર્યકરો સામે થતી ખોટી પોલીસ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને કૉંગ્રેસ સાથે ગોઠવણ કરીને રાજ્યમાં સરકાર ચલાવી રહી છે. આ જ કારણથી ગુજરાતમાં કોઈ રાજકીય વિકલ્પ નથી. પ્રથમ વખત રાજ્યની જનતાને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રૂપમાં મજબૂત વિકલ્પ મળ્યો છે. આપ ક્યારેય ભાજપ સાથે સમાધાન નહીં કરે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હોવાથી ભાજપે હવે આમ આદમી પાર્ટી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આપના મોટાભાગના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી આમ આદમી પાર્ટીને મોટું નુકસાન કરવાની સાજીશ રચી છે. આ ષડયંત્રના ભાગરૂપે ભાજપ સરકારે (BJP Government) છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 160 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી છે. આવી જ એક ઘટનામાં બુધવારે ગુજરાત પોલીસે (Gujarat Police) આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi Gujarat President AAP) ની ધરપકડ કરી અને મોડી રાત્રે તેમને છોડ્યા. ઇસુદાન ગઢવી તેમના કાર્યકરોની ગેરકાયદેસર ધરપકડ અંગે પૂછપરછ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે આ ઘટના બની હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત પોલીસની આ કાર્યવાહી વધુ તીવ્ર બની છે. આનાથી સંદેશ મળે છે કે, ભાજપ પોલીસની મદદથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા માંગે છે.

- Advertisement -

પત્રમાં કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 48 કલાકમાં ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડમાં એક ચોક્કસ પેટર્ન સ્પષ્ટપણે દેખાય છે. સ્કૂટર કે મોટરસાઇકલ પર સવાર ગુંડાઓનું એક જૂથ રસ્તા પર AAP કાર્યકરોને રોકે છે, તેમના પર હુમલો કરી દુર્વ્યવહાર કરે છે અને પછી આ ગુંડાઓ ક્રાઇમ બ્રાંચને ફોન કરે તો મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી જઈ આપ કાર્યકરોની ધરપકડ કરે છે. ક્રાઈમ બ્રાંચ કોઈ પણ તપાસ કર્યા વિના એકપક્ષીય કાર્યવાહી કરીને હુમલાખોરોને છોડી દીધા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ગુજરાત પોલીસને સોંપી દીધા. પછી તેમના પર હત્યાના પ્રયાસનો આરોપ લગાવી જેલમાં મોકલી દીધા. છેલ્લાં 48 કલાકમાં પોરબંદર, જામનગર અને ખંભાળીયામાં બનેલી આવી ત્રણ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક પૂર્વયોજિત કાવતરું હતું.

ગુજરાતના લોકોને બતાવવા માટે તમારી પાસે કોઈ સારું કામ નથી. તેથી જ ચૂંટણી જીતવા માટે તમને આ દમન અને જુલમનો આશરો લેવાની ફરજ પડી છે. ગુજરાતના લોકો બધું જોઈ રહ્યા છે. તેઓ ભાજપની તાનાશાહીથી ડરશે નહીં કે દબાશે નહીં. તમે કેટલા લોકોને જેલમાં નાંખશો ? પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન (Bhagwant Mann, CM Punjab) તેમજ ગુજરાતના નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનો સમય કેજરીવાલે માગ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular