નવજીવન ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની ક્રૂરતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસે બાળકને પકડીને ઉભેલા એક શખ્સને માર માર્યો હતો. કાનપુરના અકબરપુર વિસ્તારમાં જિલ્લા હોસ્પિટલની સામેની આ ઘટના છે. પોલીસકર્મીઓએ યુવક પર લાકડીઓથી હુમલો કર્યો, એટલું જ નહીં પરંતુ તેના બાળકને છીનવી લેવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસનો દાવો છે કે આ વ્યક્તિએ એક ઇન્સ્પેક્ટરના હાથ પર બચકુ ભર્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
વીડિયોમાં, યુવાન કહેતો સંભળાય છે કે “બાળકને ઈજા થશે. ત્યાં જ પોલીસકર્મીઓ તેનો પીછો કરે છે અને કેટલાક અધિકારીઓ બાળકને તેનાથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન યુવક કહી રહ્યો છે કે આ તેનું બાળક છે, તેની માતા નથી. પોલીસે જણાવ્યું હતું કે આ યુવક કાનપુરના અકબરપુરની જિલ્લા હોસ્પિટલનો કર્મચારી છે અને તેનો ભાઈ રીઢો ગુનેગાર છે.
બાળકની નજર સામે પિતાની પોલીસે કરી ધોલાઈ: Video પોલીસ ભાન ભુલી ગુંડા જેવું વર્તી#UPPolice pic.twitter.com/BkzNfqVQex
— Urvish patel (@reporterurvish) December 10, 2021
કાનપુરના અધિક પોલીસ અધિક્ષક ઘનશ્યામ ચૌરસિયાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો આ વિસ્તારમાં અરાજકતા ફેલાવી રહ્યા છે, હોસ્પિટલની ઓપીડી બંધ કરી રહ્યા છે અને દર્દીઓને ડરાવી રહ્યા હતા. અમે તેમને રોકવા માટે હળવા બળનો ઉપયોગ કર્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારી અરુણ કુમાર સિંહે સ્વીકાર્યું હતું કે યુવક પર બળનો ભારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે તે આ વ્યક્તિની હોસ્પિટલમાં કામ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે એક પોલીસ ઇન્સ્પેક્ટરનો હાથ પર બચકુ ભરી લીધુ હતું.
थाना अकबरपुर क्षेत्र के जिला अस्पताल में हुई घटना के सम्बंध में केशव कुमार चौधरी पुलिस अधीक्षक कानपुर देहात द्वारा दी गयी बाईट। pic.twitter.com/rgPo2y8NbK
— Kanpur Dehat Police (@kanpurdehatpol) December 9, 2021
આવતા વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા સમયે પીલીભીતના સાંસદ વરુણે એક ટ્વીટ કરીને રાજ્યની યોગી સરકારની પોલીસ પર કથિત નિરંકુશતા પર ફરી શાબ્દીક હુમલો કર્યો છે. પોતાના ટ્વીટની સાથે સાથે તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં એક પોલીસકર્મી બાળકને બાહુપાશમાં પકડીને તેના પર લાકડીઓ વરસતો જોવા મળી રહ્યો છે. વરુણ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘મજબૂત કાયદો અને વ્યવસ્થા એ છે જ્યાં નબળામાં નબળા લોકોને ન્યાય મળી શકે છે. ન્યાય મેળવવા માંગતા લોકોને ન્યાયને બદલે આ ક્રૂરતાનો સામનો કરવો પડે તે ખૂબ જ પીડાદાયક છે. ભયભીત સમાજ કાયદાના શાસનનું ઉદાહરણ નથી. કાયદો અને વ્યવસ્થા મજબૂત ત્યાં છે જ્યાં પોલીસનો નહીં પણ કાયદાનો ડર છે.”








