નવજીવન ન્યૂઝ.જૂનાગઢ: જુનાગઢમાં (Junagadh) ગતરોજ શુક્રવારે એક બેંક કર્મચારીએ જીવન ટૂંકાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુનિયન બેંક ઑફ ઈન્ડિયાના (Union Bank of India) કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાની જાણ જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન (Junagadh c division police station) ખાતે થતા તુરંત પોલીસ કાફલો અને એમ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મળતી વિગતો અનુસાર ગતરોજ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ જુનાગઢના ઝાંઝરડા રોડ પર સ્થિત યુનિયન બેંક ઑફ ઈન્ડિયાના કર્મચારીએ જીવન ટૂંકાવ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના અને જુનાગઢમાં રહેતા બેંકકર્મી સિયારામ પ્રસાદે ગતરોજ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ જીવન ટૂંકાવ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સિયારામ યુનિયન બેંકની સામે આવેલી રેલીંગમાં દુપટ્ટા વળે ગળે ફાંસો લગાવેલી હાલતમાં સીસીટીવીમાં જોવા મળતા તાત્કાલીક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ જાણ થતા જ પોલીસ કાફલા અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ સિયારામે ત્યાં સુધીમાં દમ તોડી દીધો હતો.
આ બાબતે માહિતી મળી રહી છે સિયારામ પોતાના ઘરેથી રાત્રિના સમયે જ નિકળી ગયા હતા. તેમજ પોતાના પત્નીને પણ કોઈ પણ પ્રકારની જાણ કરી ન હતી. પરંતુ બેંકના સીસીટીવીમાં સિયારામ ગળેફાંસો લગાવેલી હાલતમાં જોવા મળતા ઘટનાની જાણકારી મળી હતી. આ ઘટના સંદર્ભે જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે સિયારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જુનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના પાછળના કારણો જાણવા તજવીજ હાથ ધરી હોવના અહેવાલ મળી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796