Thursday, July 9, 2026
HomeGeneralજુનાગઢઃ 4 શખ્સો બે કિશોરીઓને ઉપાડી ગયા, દીવમાં સામુહીક દુષ્કર્મ કરી થઈ...

જુનાગઢઃ 4 શખ્સો બે કિશોરીઓને ઉપાડી ગયા, દીવમાં સામુહીક દુષ્કર્મ કરી થઈ ગયા ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જુનાગઢ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓ અને બાળકીઓની જાહેરમાં છેડતી કરવામાં આવે છે. જાહેરમાં તેમની હત્યા કરી દેવામાં આવે છે, જાહેરમાં તેમનું અપહરણ કરીને પછી તેમની સાથે બળાત્કાર કરવામાં આવે છે. જૂનાગઢના કેશોદમાં આવી જ એક ઘટના સામે આવી છે. બે સગીર વયની યુવતીઓ જે પરીક્ષા આપવા આવી હતી. કેટલાક નરાધમોએ તેમનું અપહરણ કર્યું અને તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.



જૂનાગઢનાં કેશોદમાં ઘોરણ 11ની પરીક્ષા આપવા માટે બે સગીર વયની પિતરાઇ બહેનો આવી હતી તે સમયે કેશોદ બસ સ્ટેશનમાં બેસી રહેતા 4 અસમાજિક તત્વોએ આ બંને યુવતીઓનું અપહરણ કર્યું અને તેમને દીવ લઈ ગયા હતા, ત્યાર બાદ બંને યુવતીઓને માદક પદાર્થ પીવડાવીને 4 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ બંને પિતરાઇ બહેનો ધોરણ 11ની પરીક્ષા આપવા માટે કેશોદ આવી હતી અને પરીક્ષા આપ્યા બાદ સાંજે ઘરે જવા માટે બસ સ્ટેશન પહોંચી હતી, ત્યારે બસ સ્ટેશનમાં અડ્ડો જમાઈને બેસતા 4 અસામાજિક તત્વો આ યુવતીઓને ધાકધમકી આપીને દીવ લઈ ગયા હતા અને દીવ લઈ જઈને તેમની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ ત્યાંથી ભાગી ગયા હતા.



યુવતીઓ મોડા સુધી ઘરે પરત ન આવતા પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયું હતું. બંને સગીરાએ જ્યારે પોતાના પરિવારને ફોન કરીને પોતાની સાથે થયેલી ઘટના અંગે જાણ કરી હતી ત્યારે પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ પરિવાર અને સમાજના લોકો એકત્રિત થઈને કેશોદ પોલીસ સ્ટેશન ગયા હતા અને બસ સ્ટેશનની બહાર બેસી રહેતા 4 અસામાજિક તત્વો સામે એટ્રોસિટી અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને તેમણે શોધવાની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular