Monday, February 17, 2025
HomeGujaratJunagadhગુજરાતમાં હવે DySP પણ નકલી નીકળ્યા, અધિકારી બની લોકો સાથે કરી કરોડોની...

ગુજરાતમાં હવે DySP પણ નકલી નીકળ્યા, અધિકારી બની લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જુનાગઢ: Junagadh Fake DySP: દેશમાં અને ગુજરાતમાં હવે કોઈ અધિકારી આવે તો તેને અસલી અધિકારી સમજવો કે નકલી તે સૌથી મોટી સમસ્યા છે. નકલી PAથી માંડીને નકલી CMO-PMO સુધીના અધિકારી કર્મચારીઓ પકડાયા છે. આ લોકોની હિંમતને પણ દાદ દેવી પડે કે, CMO-PMO અધિકારી બનીને લોકોને ઠગવાની હિંમત કરી જાય છે. એટલું ઓછું હોય તેમ નકલી પોલીસ અધિકારી બનવાના કિસ્સા પણ સામે આવતા રહે છે, ત્યારે જૂનાગઢમાં (Junagadh) એક વ્યક્તિએ નકલી DySPનો (Fake DySP) બની લોકોને કરોડો રૂપિયાનો ચૂનો (Fraud) લગાડયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નકલી IAS અને IPS અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી કચેરી આ તમામ બાબતો પ્રકાશમાં આવી છે. ત્યારે આજે જૂનાગઢમાં નકલી DySP પકડાયો છે. વિનીત બંસીલાલ દવે નામનો એક વ્યક્તિ નકલી DySP બની લોકોને ઠગતો પકડાયો છે. વિનીત દવે જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. વિનીત દવે નકલી ID લઈ પોલીસ કર્મચારીઓના ઓળખકાર્ડ પર પોતાનો ફોટો લગાવી રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં વિનીત દવેએ લોકોને નોકરી આપવાવાના બહાને બે કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાની વાત પણ સામે આવી છે.

- Advertisement -

વિનીત દવે અમદાવાદનાં મણીનગરમાં આવેલા ઉત્તમનગર પાસેનો રહેવાસી છે. વિનીત દવેની લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી આરોપીએ કેટલા લોકો સાથે કેવા પ્રકારની છેતરપિંડી કરી છે તેની પણ તપાસ શરૂ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular