Wednesday, June 24, 2026
HomeGujaratઆના કરતા ખાડા વ્હાલા હતાઃ તંત્રએ ખાડા એવા પુર્યા કે લોકોના વાહનો...

આના કરતા ખાડા વ્હાલા હતાઃ તંત્રએ ખાડા એવા પુર્યા કે લોકોના વાહનો ફસાયા, Video એમ્બ્યૂલન્સને પણ મારવો પડ્યો ધક્કો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરૂચઃ જંબુસરમાં વિકાસનું નવું અનોખું મોડલ સામે આવ્યું છે. જ્યાં સરકારી 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યૂલન્સ અને અન્ય ખાનગી વાહનો પણ મુખ્ય માર્ગ ઉપર ફસાઈ જતા ધક્કા મારવાનો વારો આવ્યો હતો. જે લોકોના વાહનો ફસાયા તે રિતસર બોલી ઉઠ્યા કે આના કરતાં તો ખાડા વ્હાલા લાગતા હતા. વાહન ફસાય ત્યારે કેટલાક સ્થાનિક સેવાભાવી વ્યક્તિઓ મદદ કરે તો જ વાહન બહાર આવે એકલ-દોકલ વ્યક્તિના હાથનું આ કામ ન્હોતું.

જંબુસર નગર પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિખવાદ વચ્ચે નગરજનોને ભોગવવાના દિવસો જોવા પડ્યા છે. રેફરલ હોસ્પિટલ અને એસ.ટી.ડેપોના મુખ્ય માર્ગનું નવીનીકરણ અધૂરું રહી ગયું, ટુંકમાં કામ સમયસર અને યોગ્ય રીતે પુરુ ન થયું, હવે ત્યાં વરસાદમાં વાહનો ફસાઈ રહ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

- Advertisement -

જંબુસર પાલિકાએ બે દિવસ પેહલા જ આ મુખ્ય માર્ગનું કામ કર્યું હતું. પાલિકાએ જંબુસર એસટી ડેપો અને રેફરલ હોસ્પિલના મુખ્ય માર્ગનું કામ કર્યું હતું. તેમાં જેસીબી મશીનથી કપચી નાખીને રોડના ખાડા પુરવાની કામગીરી કરાઈ હતી. અહીં આપ તે કામગીરીને વીડિયોમાં જોઈ શકશો. માર્ગ ઉપર ઠેર ઠેર પડેલા ખાડાને મેટલ અને કપચી નાખી બધા ખાડા ભરવામાં આવ્યા હતા. જોકે તંત્રને એમ કે લોકોની જેટલી પીડા ઓછી થાય, પણ અહીં અક્કલ વાપરવાની રહી ગઈ અને મોટા મેટલ અને કપ્ચીમાંથી વાહનો વ્યવસ્થિત પસાર થવાને બદલે ફસાવા લાગ્યા હતા. જેમાં પાલિકા અને હોશિયાર કામગીરી કરનાર અધિકારીઓની અણઆવડત છતી થઈ રહી છે.

શુક્રવારે આ માર્ગ પરથી પસાર થઈ રહેલી 108 એમ્બ્યૂલન્સ જ ફસાઈ ગઈ હતી. જે બહાર નીકળી નહી શકતા તેને પણ ધક્કા મારી બહાર કાઢવાની નોબત ઊભી થઇ હતી. અન્ય કાર, રિક્ષા અને બાઇક ચાલકો પણ અહીંથી પસાર થતા માર્ગમાં ફસાયા હતા. આ મુખ્ય માર્ગ પરથી તાલુકા કક્ષાની રેફરલ હોસ્પિટલ, જંબુસર બસ ડેપો અને અન્ય કચેરીઓ આવેલી હોવાને કારણે અહીં વાહનોની અવરજવર વધુ રહે છે. અહીં વાહન ચાલકોને પારાવાર યાતના ભોગવી પડી રહી છે. વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા હતા કે, શું આ વિકાસનું મોડલ છે?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular