નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: સતત ત્રણ વાર વિવાદોના કારણે રદ્દ થયેલી બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા આજે યોજવા જઈ રહી છે. આજની પરીક્ષામાં ફરી કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રહેશે. આજે રાજ્યના 10.45 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે.
આજે રાજ્યભરમાં બિનસચિવાયલ ક્લાર્કની પરીક્ષા યોજાશે. 32 જિલ્લાઓમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજની પરીક્ષામાં રાજ્યના 10 લાખ 45 હજાર ઉમેદવારો નોંધાયા છે. બપોરે 11 થી 1 દરમિયાન બિનસચિવાયલ ક્લાર્કની પરીક્ષા યોજાશે. આજે પહેલીવાર તમામ ઉમેદવારોની હાજરી એપ્લિકેશનથી જ પુરાશે. પરીક્ષાના પ્રશ્ન પેપરની દરેક મુવમેન્ટ પર સ્થાનિકથી લઇને રાજ્ય કક્ષાના અધિકારીઓ નજર રાખીને બેઠા છે.
આજે પહેલીવાર પરીક્ષા કેન્દ્ર પર દરેક ઉમેદવારનું મેટલ ડિટેક્ટર અને ફિઝિકલ એમ બે વખત ચેકિંગ થશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ ઝેરોક્ષની દુકાન ખુલ્લી હશે તો તેની સામે પોલીસ ગુનો નોંધશે. ઉલ્લેખનીય છે કે, બિનસચિવાયલ ક્લાર્કની પરીક્ષા 3 વાર રદ્દ થઈ હતી. પહેલીવાર પેપર ફૂટવાને કારણે પરીક્ષા રદ્દ થઈ હતી. ત્યાર બાદ પરીક્ષા અંગે લાયકાતમાં ફેરબદલ કરવાના નિર્ણયને લઈ વિરોધ થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બદલાતા પરીક્ષા મોકૂફ રાખવામા આવી હતી. લાંબા સમયથી વિવાદમાં રહેલી પરીક્ષાની રાહ જોતાં વિદ્યાર્થીઓએ આ વખતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય એવી આશા વ્યક્ત કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











