Friday, May 1, 2026
HomeGeneralગુજરાતમાં ઓમિક્રોનની દેહશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ?

ગુજરાતમાં ઓમિક્રોનની દેહશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ?

- Advertisement -

નવજીવન.રાજપીપળા: દેશમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોને હાહાકાર મચાવ્યો છે. સમગ્ર દેશમાં મીની લોકડાઉન જેવો માહોલ પેદા થયો છે. વિદેશોમાં તો ઓમીક્રોનના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. દેશના અન્ય રાજ્યોમાં તો શૈક્ષણિક કર્યો બંધ રાખવાનો અને રાત્રી કરફ્યુ અમલી બનાવવાનો નિર્ણય કરાયો છે. તો બીજી બાજુ ઓમીક્રોનની દેહશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે 150 જેટલા પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે.



નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી 10 મી જાન્યુઆરી, 2022 ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2022 યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપળા કલેક્ટર કર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. 10 મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે 150 જેટલા પતંગબાજો ભાગ લેશે.આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular