Thursday, June 4, 2026
HomeBusinessઅમેરિકન રૂ વાયદો તેજીમાંથી મંદીના દ્વારે: ભારતમાં પુરવઠા અછત ભાવને બહુ ઘટવા...

અમેરિકન રૂ વાયદો તેજીમાંથી મંદીના દ્વારે: ભારતમાં પુરવઠા અછત ભાવને બહુ ઘટવા નહીં દે

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકન રૂ વાયદો તેજીમાંથી મંદીના દ્વારે આવી ગયો છે. સામાન્ય રીતે અર્થતંત્રો મંદીની ચિંતામાં ઘેરાઈ જાય ત્યારે, તેની સૌપ્રથમ અસર કાપડના વપરાશમાં અને તે આધારે રૂ ખપત ઘટાડામાં પ્રતિબિંબિત થાય છે. આખા વિશ્વમાં ઉત્પાદિત રૂનો ૮૫ ટકા જથ્થો કપડાં ઉત્પાદનમાં વપરાય છે. ૨૪ એપ્રિલે અમેરિકન રૂ વાયદો ૧.૫૫૯ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૧૧ વર્ષની ઊંચાઈએ મુકાયો હતો. ગુરુવારે ડિસેમ્બર વાયદો ઘટીને ૯૩.૨૩ સેંટ અને શુક્રવારે ૯૬.૦૩ સેંટ મુકાયો હતો. એપ્રિલ અંતિમ સપ્તાહમાં જે કઈ ઉછાળો આવ્યો હતો તેમાંથી ૨૭.૬૭ ટકા તેજીનો ઊભરો સમી ગયો છે. રૂ પાક માટેના હવામાનમાં આવેલા સુધારાને લીધે વર્તમાન વર્ષમાં જે કઈ ઊંચાઈ ધારણ થઈ હતી તે, પ્રથમ ચાર જ મહિનામાં ધોવાઈ ગઈ. અન્ય તમામ દેશોમાં સરેરાશ ૧૯ ટકાનો ભાવ ઘટાડો થયો છે.



ન્યુયોર્ક ઇન્ટર કોન્ટિનેટલ એક્સ્ચેન્જ (આઇસીઇ)માં થયેલા ઘટાડાની અસર ભારતમાં પણ જબ્બર રીતે જોવાઈ રહી છે. આઇસીઇ વાયદો ઘટવાને લીધે ભારતમાં હાજર અને દૂર ડિલિવરી વાયદાના પ્રીમિયમમાં મોટો વધારો થયો છે. અલબત્ત, આગામી ત્રણ મહિનામાં ભારતમાં જોવાનારી પુરવઠા અછત, રૂના ભાવને બહુ ઘટવા દે તેવી સંભાવના ઓછી છે. કોનફેડરેશન ઓફ ઇંડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના એક એનાલિસિસ પ્રમાણે અમેરિકામાં ભાવ જે વેગથી ઘટયા તેના કારણએ ભારત અને આઇસીઇ વાયદા વચ્ચે મોટો ભાવ તફાવત પડી ગયો હતો. ગત શુક્રવારે એમસીએક્સ જૂન અને જુલાઇ રૂ વાયદા વચ્ચેનો ભાવ તફાવત ૪૭.૩૦ સેંટ પ્રતિ પાઉન્ડ હતો. આમ આઇસીઇ વાયદા કરતાં એમસીએક્સ વાયદો ૧૭.૨૬ સેંટ મોંઘો હતો.

જો ઓકટોબર વાયદાને ભારતીય કરન્સી, રૂપિયામાં પરિવર્તિત કરી તો ખાંડી (૩૫૬ કિલો) દીઠ ભાવ રૂ. ૬૨,૦૦૦ બેસે આની સામે બેન્ચમાર્ક સંકર-૬નો ભાવ હાલમાં ગુજરાત હાજર રૂ. ૮૮,૦૦૦થી ૯૭,૦૦૦ જ્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં ૮૪,૦૦૦થી ૯૨,૦૦૦ ગુણવત્તા અનુસાર બોલાય છે.
જાગતિક બજારમાં જે રીતે ભાવ ગબડી પડયા છે તે જોતાં ભારતમાં ઓકટોબર ૨૦૨૨ નવો પાક ડિલીવરીના ભાવ વધુ ઘટવાનું દબાણ વધ્યું છે. અલબત્ત, હજુ સુધી બેત્રણ મહિના પછીના હાજર સોદાના ભાવ ખાસ કઈ ઘટયા નથી. છેલ્લા કેટલાંક દિવસના એમસીએક્સ ટ્રેડિંગ જોઈએ જૂન, જુલાઇ, અને ઓગસ્ટનો અપ ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે, આનો અર્થ એ કે આગામી થોડા મહિના માટે હાજર માંગ સારી છે.



ભારત સરકારે કપડાં ઉધ્યોગને રાહત આપવા રૂ પરની આયાત જકાત રદ્દ કરી નાખી, પણ મોંઘા ભાવના રૂએ તેમને ખાસ કોઈ રાહત નથી આપી. એક આયાતકારે કહ્યું કે આયાત જકાત નાબૂદ થયા પછી પાંચ લાખ રૂ ગાંસડીના આયાત સોદા કરવામાં આવ્યા છે. મોટા ભાગના સોદા દક્ષિણની મિલોએ કર્યા છે. તેમની પડતર ખાંડી દીઠ ૯૦,૦૦૦ થી ૧ લાખ રૂપિયાની થાય છે, જે સ્થાનિક ભાવ કરતાં ખૂબ ઊંચા છે. હવે જ્યારે સ્થાનિક ભાવ ઘટવા લાગશે, ત્યારે આયાતી માલના ઢગલા થશે.

- Advertisement -

ઓકટોબર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ના ગળામાં ભારતે ૮૦૬૦ લાખ ડોલરના ૩.૨૪ લાખ ટન રૂની આયાત કરી હતી. બે અબજ ડોલરના રૂ નિકાસ સોદા હવે મુશ્કેલીમાં મુકવાવાની શક્યતા છે. સામાન્ય રીતે ભારત ૧૨૦ લાખ હેકટરમાં કપાસ વાવે છે, પણ ઉત્પાદકતામાં માર ખાઈ જાય છે. વૈશ્વિક ઉત્પાદકતા પ્રતિ હેક્ટર સરેરાશ ૭૭૫ કિલો જિંદવા (રૂ સાથેના કાલા) સામે ભારતની વર્તમાન ઉત્પાદકતા માત્ર ૪૪૦ કિલોની છે, પાંચ વર્ષ પહેલાની ૫૧૬ કિલો ઉત્પાદકતા કરતાં પણ ઓછી.

(અસ્વીકાર સૂચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular