નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલથી મુસાળાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ ગોંડલ અને લોધિકા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ખેડૂતો અને શહેરીજનોમાં વરસાદના કારણે ખુશીનો માહોલ જોવા મલયો હતો. ગઈકાલે બપોરથી જ વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે અનેક નદી-નાળા, વોંકળા તેમજ ગામમાં આવેલા નાના-મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે વરસાદથી ભરાયેલા નાનકડા તળાવમાં નાહવા ગયેલા 2 બાળકોનું શાપર-વેરાવળ પાસે મૃત્યુ થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટના શાપર પાસે આવેલા તળાવમાંથી બે બાળકોનો મૃતદેહ મળી આવ્યા હતા. શાપર-વેરાવળ પાસે તળાવમાંથી બાળકોના મૃતદેહ મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે ગત ગુરૂવારની બપોરે ઘરેથી ભંગાણ વીણવાં જવાનું કહીં બાળકો નીકળ્યા હતા, પરંતુ બાદમાં તેઓ ગુમ થયા હતા. બાળકોની ભાળ નહીં મળતા પરિવારજનો દ્વારા પણ શોઘખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બાળકોના મૃતદેહ મળતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે બાળકોના મૃત્યુના કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
મૃતક બાળકોના પિતા વિક્રમભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને ઘણાં વર્ષોથી રાજકોટના શાપરમાં રહી મજૂરી કરે છે. મૃતક બાળકોમાં એક 9 વર્ષનો જ્યારે બીજો 5 વર્ષનો હોવાની માહિતી મળી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












