Thursday, October 2, 2025
HomeBusiness૨૦૨૪માં કોપરમાં તેજીનો આંતરપ્રવાહ જળવાઈ રહેશે

૨૦૨૪માં કોપરમાં તેજીનો આંતરપ્રવાહ જળવાઈ રહેશે

- Advertisement -

૧૫ ઓક્ટોબરે એલએમઇ વાયદો ૭૮૮૮ ડોલર ૧૧ મહિનાના તળિયે બેઠો ત્યાર પછી ૯ ટકા વધ્યો

ગ્રીન એનર્જી સ્વીકૃતિ પાછળ જગતની સ્પર્ધા કોપરની તેજી-મંદી માટે મહત્વના ફંડામેન્ટલ્સ બની જવાના

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વર્તમાન ફંડામેન્ટલ્સ અને આર્થિક ક્ષેત્રે પ્રવર્તતા જુદા જુદા પ્રવાહો વચ્ચે લંડન મેટલ એક્સ્ચેન્જ (LME) અને ન્યુયોર્ક સીએમઇ ગ્રૂપમાં તાંબા બજારે ૨૦૨૩ના વર્ષ દરમિયાન મોટી ઉથલપાથલ, મોમેન્ટમ સાથે ઊંચા અને નીચા ભાવ જોયા. ગત સપ્તાહે ૨૩ ડિસેમ્બરે ત્રિમાસિક એલએમઇ વાયદો ટન દીઠ ૮૫૭૬ ડોલર બોલાયો, જે ૧૫ જાન્યુઆરીના ૯૪૩૦ ડોલરની વાર્ષિક ઊંચાઈ કરતાં નીચે હતો. આર્થિક અચોક્કસતાઓ, ભૂરાજકીય ચિંતાઓ, તેમજ પુરવઠા અછતે દોરવાયેલા કોપર ભાવ (Copper Price) આ વર્ષે ઝોલે ચઢ્યા હતા. મેટલ સપ્લાયના આંકડાઓ જોઈને સટ્ટોદિયા ફંડો કોપર ભાવ સંદર્ભે ખૂબ આશાવાદી છે.

મની મેનેજરો હાલમાં એલએમઇ અને સીએમઇ બંને એક્સચેન્જો પર તેજીની પોઝિશન લઈને બેઠા છે. તેઓ માને છે કે અમે ૮ ઓકટોબરથી બજાર તેજીના આંતરપ્રવાહ પર સવાર થઈ હોવાથી, નવા વર્ષનો આરંભ પણ ઊંચા ભાવથી થશે. ૧૫ ઓક્ટોબરે એલએમઇ વાયદો ૭૮૮૮ ડોલર ૧૧ મહિનાના તળિયે બેઠો, ત્યાર પછી અત્યાર સુધીમાં ૯ ટકા વધ્યો છે. બજારમાં એવી સમજ છે કે નવા વર્ષથી નિશ્ચિત પણે ચીનની કોપર માંગમાં ઉમેરો થશે, સાથે જ હવામાન શુધ્ધિકરણ માટેની ઝુંબેશમાં નવા જોમ અને જુસ્સાનો ઉમેરો થશે. જો પાછલા વર્ષોના અનુભવો જોઈએ તો એમ કહી શકાય કે ૨૦૨૪માં કોપરમાં તેજીનો આંતરપ્રવાહ જળવાઈ રહેશે.

- Advertisement -

મોટી ઉથલપાથલ છતાં કોપરના ભાવની વાર્ષિક સરેરાશ બજારની અપેક્ષા કરતાં વધુ, ૮૫૯૬ ડોલર નોંધાઈ હતી, આ સૂચવે છે કે મોટા પડકારો છતાં બજાર આવી જ વધઘટવાળી રહેશે. ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટના ટેકાથી અર્થતંત્રમાં નરમાઈ આવે તો પણ, ચીનની માંગ મક્કમ રહેશે, જે બજારને દોરવણી આપશે.

ભૂ-ભૌગોલિક ચિંતાઓ અને ખાણો બંધ થવાને કારણે ટૂંકાગાળા માટે પુરવઠા અછત સર્જાશે, જે ભાવને ઊંચે જવામાં મદદરૂપ થશે. બીજી તરફ ખાણોના ઉત્પાદન સાથે રિફાઈન્ડ કોપરની સપ્લાય વૃધ્ધિ થકી ૨૦૨૪માં જાગતિક પુરાંત રહેવાની આગાહી કરવામાં આવી છે. ભાવને બહુબધા ઉછળકુડ કરતાં રોકશે. ધારણા પ્રમાણેની પુરાંત રહેવાને કારણે એનાલિસ્ટો માને છે કે ૨૦૨૪ની વાર્ષિક ભાવ સરેરાશ ૨૦૨૩ જેટલીજ રહેશે. ભાવિ ભૂ-ભૌગોલિક ઘટનાઓ, અને ગ્રીન એનર્જી સ્વીકૃતિ પાછળ જગતની સ્પર્ધા કોપરની તેજી મંદી માટે મહત્વના ફંડામેન્ટલ્સ બની જવાના.

ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કોપરના ઉપયોગની મહત્વની ભૂમિકા, લાંબાગાળા માટે માંગને સતત ઊર્ધ્વગતિ કરાવશે. પાનાંમાં અને પેરુમાં ખાણો કોપર બંધ બંધ થઈ જવાથી ટૂંકાગાળા માટે સપ્લાયમાં ખાંચરો પડ્યો છે. બીએચપી બિલિટન કોપરના ભાવ બાબતે ખુબજ આશાવાદી છે, એટલા માટે જ જ્યારે નીચા ભાવ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે વર્ષ દરમિયાન ૯.૬ અબજ ડોલરથી ઓઝેડ મિનરલ્સ કંપની ખરીદવાનો સોદો પાર પડી દીધો હતો. હવે તો એ ખુલ્લુ છે કે બીએચપીએ આ સોદો શુ કામ પાર પાડ્યો.

- Advertisement -

ઇલેક્ટ્રીફીકેશન અને ગ્રીન એનર્જી પરિવર્તન કોપર માંગના મુખ્ય ચાલકબળ રહેવાના. ઇન્વેસ્ટમેન્ટ ફંડો પણ સપ્લાયના આંતરપ્રવાહ જોઈને ૨૦૨૪માં કોપરના ભાવ સંદર્ભે ખૂબ આશાવાદી છે. આર્થિક અચોક્કસતાઓ અને ઇવી વાહનોની માંગમાં પિછેહઠએ કોપર બજારમાં ચિંતાઓ વધારી છે. ભાવ જેમ જેમ વધતાં જશે તેમતેમ ફ્રાયફ્લાય અને રેક્સ જેવી નાની માઇનિંગ કંપનીઓને કોપરના ભાવ ઊંચે જશે તેમ તેમ મોટો ફાયદો થશે. ફેડરલ રિઝર્વ જેમજેમ વ્યાજ બાબતે નવા વિચારો તરફ આગળ વધશે, તેમતેમ ડોલર નબળો પડશે જે કોપરના ભાવને ટેકારૂપ થશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular