Thursday, June 4, 2026
HomeGujaratPhone-Pe બંધ થઈ જાય તો આવું કરતા પહેલા ચેતજો ! ઠગ સેરવી...

Phone-Pe બંધ થઈ જાય તો આવું કરતા પહેલા ચેતજો ! ઠગ સેરવી ગયો લાખોની રકમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદાઃ ટેક્નોલોજીનો વ્યાપ વધતા હવે માટો ભાગના કામ મોબાઈલથી જ થઈ જતા હોય છે. જોકે ટેક્નોલોજીના જેટલા ફાયદા જોવા મળી રહ્યા છે એટલું જ નુકશાન પણ જોવા મળી રહ્યું છે. હાલ મોટાભાગના લોકો બેંકના તમામ કામ મોબાઈલમાં વિવિધ એપથી કરી દેતા હોય છે. પછી પૈસા ટ્રાન્સફર કરવાના હોય કે બિલ ભરવાના હોય તમામ કામ એક ક્લિકમાં થઈ જાય છે. ત્યારે તમારી નાનામાં નાની ભુલના કારણે લાખો રૂપિયાનો ચૂનો પણ લાગી શકે છે. નર્મદા જિલ્લામાં (Narmada) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફોન-પે એપના(PhonePe APP) ઉપયોગમાં એક મહિલાને રૂપિયા 16 લાખનો ચૂનો લાગી ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, નર્મદા જિલ્લામાં રહેતા હેતલબહેન તડવી ઓનલાઈન પૈસાની લેવડ-દેવડ માટે ફોન-પે નામની એપ ઉપયોગ કરતા હતા. પરતું કોઈક કારણોસર આ એપ કામ કરતી ન હતી. જેના કારણે મહિલાઓ ગૂગૂલ પર સર્ચ કરીને ફોન-પે કસ્ટમર કેરનો નબંર મેળવ્યો હતો. આ નંબર પર કોલ કરીને ફરિયાદ જણાવી હતી. થોડીવાર બાદ ફરીથી તેમના પર ફોન આવ્યો હતો. ત્યારબાદ ખાતામાંથી 16 લાખ જેટલી રકમ ચાઉં કરી લીધી હતી.

- Advertisement -

ફોન કરનારી વ્યક્તિએ મહિલાને કોલ કરીને ફોનમાં ANYDESCK નામની એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ મહિલાનું તેમના પતિ સાથેનું જોઈન્ટ અકાઉન્ટને ફોન-પેમાં જોઈન્ટ કરીને એક્ટિવેટ કરવા માટે તમામ માહિતી લીધી હતી અને ખાતમાં રહેલા રૂપિયા 16 લાખ ઉપાડી લીધા હતા. સમગ્ર બનાવ અંગે મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે છેતરપિંડી કરનારને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, ક્યારેય કોઈ પણ કંપની કે બેંક કોઈને પણ મિરર એપ ડાઉનલોડ કરાવતી નથી. આ પ્રકારની એપ ડાઉનલોડ કર્યા બાદ સામે આવાને નંબર અને પરમિશન આપો તો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરને સંપુર્ણ રીતે સામેવાળી વ્યક્તિ એક્સશ કરી શકે છે. મોટાભાગે લોકો કસ્ટમર કેર નંબર માટે ઓનલાઈન સર્ચ કરતાં હોય છે, જેના કારણે સામેથી તમે ઠગ ટોળકીના ગૂચવળમાં ફસાતા હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular