Thursday, August 13, 2026
HomeGeneralકેવી રીતે જાહેર થાય પૂર્ણ સાક્ષર રાજ્ય? જાણો, ત્રિપુરા સત્તાવાર રીતે બન્યું...

કેવી રીતે જાહેર થાય પૂર્ણ સાક્ષર રાજ્ય? જાણો, ત્રિપુરા સત્તાવાર રીતે બન્યું પૂર્ણ સાક્ષર રાજ્ય

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ Tripura Fully Literate State: ત્રિપુરાને હમણાં સોમવારે જ દેશનું પૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે અત્યાર સુધી પૂર્ણ સાક્ષરતાનો દરજ્જો કયા કયા રાજ્યોને મળી ચુક્યો છે? જાણીએ સમગ્ર વિગતો.

દેશના કેન્દ્રીય મંત્રાલયે રવિન્દ્રભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી માણિક સાહાની હાજરીમાં આ જાહેરાત કરી છે. તે સમયે મુખ્યમંત્રીએ આ ઉપલબ્ધીને ત્રિપુરા માટે ઐતિહાસીક અને ગૌરવપૂર્ણ કહી છે.

- Advertisement -

આ પહેલા ભારતના ગોવા અને મિઝોરમને પૂર્ણ સાક્ષર રાજ્ય તરીકેની ઉપલબ્ધી મળી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 2030 સુધી ભારતને પૂર્ણ સાક્ષર દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હોવાનું પણ મુખ્યમંત્રી કહી ચુક્યા છે. ત્રિપુરા આ સ્ટેજ પર કેવી રીતે પહોંચ્યું તેની વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમે 23184 અશિક્ષિત યુવાનોની ઓળખ કરી અને આ શિક્ષણના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયતા કરી. સાથે જ જે સાક્ષર થઈ ચુક્યા છે તેમના પર ધ્યાન રાખીને તેમને ભણતર તરફ પ્રોત્સાહિત કરતા રહેવા અન કૌશલ્ય વિકાસ તથા ડિજિટલ શિક્ષા પર પણ ભાર આપવાના નિર્દેશ આપ્યા છે.

આપને અહીં એ પણ જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિપુરામાં વર્ષ 1961માં લીટ્રેસી રેટ (literacy rate) ફક્ત 20.24 ટકા હતો જે હવે વધીને 95.6 ટકા થઈ ગયો છે. આપ એ પણ જાણી લો કે કોઈ રાજ્યને પૂર્ણ સાક્ષર રાજ્ય તરીકેનો દરજ્જો ત્યારે આપવામાં આવે છે જ્યારે તેનો સાક્ષરતા દર એટલે કે લીટ્રેસી રેટ 95 ટકાથી વધારે હોય. આ પહેલા ગોવા અને મિઝોરમ પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો મેળવી ચુક્યા છે.

ઉપરાંત કેન્દ્ર શાશિત પ્રદેશ લદ્દાખને પણ પૂર્ણ સાક્ષર જાહેર કરી દેવાયું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular