Monday, June 29, 2026
HomeGeneralહિંમતનગરમાં શોભાયાત્રામાં ઘર્ષણ મામલે 13 એપ્રિલ સુધી 144 કલમ લાગુ, ખંભાતમાં 3...

હિંમતનગરમાં શોભાયાત્રામાં ઘર્ષણ મામલે 13 એપ્રિલ સુધી 144 કલમ લાગુ, ખંભાતમાં 3 મોલવી સહિત 7ની અટકાયત, હાર્દિક પટેલે કહ્યું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.હિંમતનગરઃ હિંમતનગર અને ખંભાતમાં રામનવમી પર્વ પર નીકળેલી શોભાયાત્રા વખતે બે જુથો સામ સામે બાખડી પડ્યા અને પત્થરમારાની ઘટનાઓ બની હતી. સાબરકાંઠામાં એસપી સહિત દસ પોલીસ કર્મચારીઓ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટરે પણ 13 એપ્રિલ સુધી 144 કલમ લાગુ કરવાનો આદેશ કર્યો છે. ખંભાતમાં તો આગચંપીનો બનાવ બન્યો છે. ખંભાત પોલીસે પત્થરમારા મામલે 3 મૌલવી સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. હાર્દિક પટેલે પણ આ મામલે શાંતિ જાળવી અસામાજીકતત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.



ગાંધીનગરમાં આ મામલાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા, આઈબીના અનુપમ ગહેલોત સહિત લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલમાં મોડી રાત્રે બેઠક કરી હતી. આ બેઠકમાં પોલીસની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. આ તરફ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ પ્રકારની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. ઘર્ષણની ઘટનામાં 39 શખ્સ સામે નામજોગ અને 700થી વધુનાં ટોળાં સામે ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

હાર્દિક પટેલે કહ્યું કે, રામનવમીના પવિત્ર દિવસે ગુજરાતના ઘણા સ્થાનો પર શોભાયાત્રા નીકળતી હોય છે, જેમાં ભક્તો ભગવાન અને ધર્મ પ્રત્યેની આસ્થા સાથે રામ ભગવાનના દર્શને નીકળતા હોય છે, પરંતુ કેટલાક વિસ્તારમાં અસામાજીકતત્વોએ શોભાયાત્રા પર પત્થરમારો કર્યો અને કાયદો વ્યવસ્થા બગાડવાનું કામ કર્યું. આ પવિત્ર દિવસે હિંમતનગર અને ખંભાતમાં કેટલાક અસામાજીકતત્વોએ યાત્રામાં ખલેલ પહોંચાડવાનું કામ કર્યું છે, મારી અપીલ છે કે આવા તત્વોની કોઈ નાત, જાત, ધર્મ હોતા નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આપણે નવી પેઢીના યુવાનો છે, રાજ્યમાં વાતાવરણ ન બગડે, તોફાનો ન થાય તે આપણી જવાબદારી છે, પણ અમુક લોકોનું કામ જ આવું હોય છે કે રાજ્યનો માહોલ કેમનો બગડે તેવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular