Monday, June 29, 2026
HomeGeneralવસ્ત્રાલ RTOના હેડ ક્લાર્ક જમા કરાવાના કરોડો રુપિયા ઘરે લઈ ગયો, તપાસમાં...

વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્ક જમા કરાવાના કરોડો રુપિયા ઘરે લઈ ગયો, તપાસમાં કૌભાંડનો ભાંડો ફુટયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં આર.ટીઓના કર્મચારી કરોડુનો ચુનો લગાવ્યો હોવાનું સામે આવ્યુ છે. વસ્ત્રાલ આરટીઓના હેડ ક્લાર્કે 1.83 કરોડ જમા કરાવવાના બદલે રુપિયા ઘરે લઈને જતો રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં આરટીઓની આવકમાં ઘટાડો થતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે.



વસ્ત્રાલ આરટીઓમાં વર્ષ 2018થી હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રજાપતિની કામગીરી રજીસ્ટ્રેશન ટેક્ષ, ટ્રાન્સપોર્ટ વાહનોની ટેક્સની રકમ અને સરકારી ફીનું કલેકશન કરવાનું હતું. જમા લીધેલ રુપિયા પેટે પાવતીઓ આપી જમા થયેલા રુપિયા રોજ સાંજે સરકારમાં ચલણથી રૂપિયા એસબીઆઇ બેંકમાં જમા કરવાના હોય છે. પરંતુ આરટીઓની આવકમાં ઘટાડો થતાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ વસ્ત્રાલ આરટીઓમાં ઇન્સ્પેકશન કરવા આવ્યા હતા. તે દરિયાન હેડક્લાર્કે કરેલું કૌભાંડ સામે આવ્યું હતું. પ્રજાપતિએ રૂપિયા સરકારી તિજોરીમાં ભરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે રૂ.94.14 લાખ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતાં અને બાકીના રૂ.89 લાખ જમા નહીં કરાવતા તેની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

વસ્ત્રાલ આરટીઓમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન ચલણના રૂપિયા 1.83 કરોડ હેડ ક્લાર્કે સરકારી તિજોરીમાં ભર્યા ન હતા. આરટીઓની આવકમાં ઘટાડો થતા તપાસ હાથ ઘરવામાં આવી હતી. તપાસ દરમિયાન હેડ ક્લાર્કે ચુનો લગાવ્યાનો ભાંડો ફૂટી જતા તેણે પૈસા ભરી દેવાની બાંહેધરી આપી હતી. ત્યાર બાદ 23 .41 લાખ રૂપિયા ભરી દીધા હતા અને બાકીના રૂ.89 લાખ પરત ન કરતા હેડ કર્લાક એમ.એન.પ્રજાપતિ વિરુધ્ધ એઆરટીઓ કનકસિંહ પરમારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular