નવજીવન ન્યૂઝ. જુનાગઢઃ Junagadh Rain : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તેવામાં ચોમાસાની શરૂઆતમાં જ કેટલાક જિલ્લાઓના ડેમ ઓવરફ્લો થઈ જતા નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં (Junagadh) એક દિવસમાં 10 ઈંચ વરસાદ (rainfall) વરસ્યો છે. જેના કારણે જુનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાયી છે. વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે ડેમ ઓવરફ્લો થતાં મકાનોમાં પાણી ધુસી ગયું હતું.
ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની (Heavy Rainfall) આગાહી કરી હતી. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સુરતના મહુવામાં 7.5 ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં 7 ઈંચ, તાપીના ડોલવણમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જુનાગઢમાં પડ્યો છે. જ્યાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચ, સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ, ભેસાણ અને ચોટીલામાં પડ્યો 5.5 ઈંચ વરસાદ પડ્યો છે.
જુનાગઢમાં વરસાદી માહોલ છવાતા ગિરનાર પર્વત પર ઝરણાઓ વહેતા થયા છે. બીજી બાજુ વરસાદના કારણે ઓઝર વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે અને વંથલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયી છે. વરસાદના કારણે માણાવદર, પાદરડી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, વંથલી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ, 17 તાલુકાઓમાં 5 ઈંચ કરતા વધુ, 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ, 44 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ, 82 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 135 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
Tag: Junagadh weather News, Rainfall in Junagadh
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796