Tuesday, June 23, 2026
HomeGujaratબકરી ઈદ નિમિત્તે BSF અને પાકિસ્તાનના મરીન જવાનો વચ્ચે થઈ શુભેચ્છા મુલાકાત,...

બકરી ઈદ નિમિત્તે BSF અને પાકિસ્તાનના મરીન જવાનો વચ્ચે થઈ શુભેચ્છા મુલાકાત, BSFએ મીઠાઇ આપીને પાઠવી શુભેચ્છા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: ગુજરાતનાં કચ્છને (Kutch) અડીને જ પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર સતત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ચુસ્ત દેખરેખ રાખવામા આવતી હોય છે, ત્યારે સામેના પક્ષે પાકિસ્તાની રેંજર્સ (pakistan rangers) દ્વારા દેખરેખ રાખવામા આવતી હોય છે. ત્યારે ગઇકાલે બકરી ઈદ (Bakrid 2023) નિમિત્તે ભારતના BSFના જવાનોએ પાકિસ્તાનના મરીન જવાનોને મીઠાઇ આપીને શુભેચ્છા આપી હતી. સામાન્ય રીતે BSF અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે આવી શુભેચ્છા મુલાકાતો થતી હોય છે, પરંતુ પહેલી વાર પાકિસ્તાનના મરીન જવાનોને BSF દ્વારા મીઠાઇ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

on Bakrid BSF jawans greeted Pak Rangers
BSFએ પાકિસ્તાની રેંજર્સ જવાનોને મીઠાઇ આપીને પાઠવી શુભેચ્છા

સામાન્ય રીતે બંને તરફથી કેટલીક વાર જવાનો દ્વારા એકબીજા પર ફાયરિંગ થયું હોય તેવી અનેક ઘટનાઓ છે, તેમ છતાં બંને પક્ષે તહેવારો પર એકબીજાને શુભેચ્છા પાઠવી હોય તેવી પણ અનેક ઘટનાઓ ઈતિહાસમાં બની ચૂકી છે, પરંતુ સામાન્ય રીતે આ શુભેચ્છા મુલાકાતો BSF અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે થતી હોય છે. પણ આ બકરી ઈદ નિમિત્તે ક્રીક સરહદે BSF અને પાકિસ્તાનના મરીન જવાનો વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાત ઈતિહાસમાં પહેલી વખત બની છે.

- Advertisement -

BSF દ્વારા આપવામાં આવેલી સત્તાવાર જાણકારી મુજબ, કચ્છની ક્રીક સરહદે બકરી ઈદ નિમિત્તે BSF દ્વારા પાકિસ્તાની મરીન જવાનોને મીઠાઇ આપવામાં આવી હતી અને ઈદની શુભેચ્છા પાઠવવામા આવી હતી. આ ઉપરાંત ઈદ નિમિત્તે BSFના નેજા હેઠળ આવતા ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારો બડમેર, ગર્નહાર, મુનબાવ, સોમરાર અને કેલનોરમાં પણ ભારત અને પાકિસ્તાનની સરહદ પર BSF દ્વારા પાકિસ્તાની રેંજર્સને મીઠાઇ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular