Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadહવામાન વિભાગે આપ્યા સારા સમાચાર, અમદાવાદમાં 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા

હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર, અમદાવાદમાં 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા

- Advertisement -

વજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Weather Forecast: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારે 10 વાગ્યાથી જાણે આકાશમાંથી આગ વરસાતી હોય તે પ્રકારે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. અંગ દઝાડતી ગરમીને પગલે બપોરના સમયે રોડ રસ્તાઓ પણ સૂમસામ બની જાય છે. અમદાવાદમાં (Ahmedabad) આજે 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ગતરોજ સમ્રગ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં (ahmedabad temperature) 45.6 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલનો દિવસ આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. તે વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધશે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં હજુ બે દિવસ ઓરેન્જ એલર્ટ (Orange Alert in Ahmedabad) રહેશે. જેને લઈ લોકોને કારણ વગર ઘરેની બહાર ન નીકળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્ઘારા અપીલ કરવામાં આવી છે.

ધગધગતી ગરમીથી માણસોની સાથે-સાથે પશુ-પક્ષીઓના જનજીવન પર પણ અસર પડી છે. જે માટે કેટલાક સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્ઘારા લોકોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડા પીણાની વ્યવસ્થા અને પક્ષીઓ માટે પાણી માટેના કુંડા વિના મુલ્ય આપવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા ગરમીને લઈ લોકોને પોતાના ઘર આગળ પાણીના કુંડા પશુ-પક્ષીઓ માટે મૂકવા અપીલ કરવામાં આવી રહી છે. વધતી ગરમીને કારણે લોકો પણ વહેલી સવારે પોતાનું કામ પતાવી અને સાંજ સુધી ઘર કે ઓફિસની બહાર નિકલવાનું ટાળી રહ્યા છે. સતત વધતી ગરમીને કારણે ડિહાઈડ્રેશન તેમજ હિટસ્ટ્રોક, ઉલટી, તાવ અને ચક્કર આવવા સહિતના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કેટલીક હોસ્પિટલ દ્વારા હિટસ્ટ્રોકના કેસ વધે તેની આગોતરી તૈયારીના ભાગ રૂપે વિશેષ વાર્ડની વ્યવસ્થા ઉભી કરી લીધી છે.

- Advertisement -

આજે અમદાવાદમાં 43 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, વડોદરામાં 43ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, ભાવનગર 40 ડિગ્રી, જામનગર 36 ડિગ્રી અને જૂનાગઢમાં 41 ડિગ્રી જેટલું તપામાન નોંધાયું છે, સુરતમાં આજે સૌથી ઓછું તપામાન નોંધાયું છે, જેના કારણે સુરતવાસીઓને ગરમીમાં આશિંક રાહત મળી છે.

ગરમીથી બચાવના ઉપાયો

  1. બપોરના સમય ઘરેથી નીકળવાનું ટાળવું
  2. ગરમીમાં બહાર નીકળતા સમયે માથે કપડું, ટોપી સહિત પ્રિકોશન રાખવા
  3. ગરમીમાં નીકળતા સમયે ખુલ્લા અને ઢીલા કપડા પહેરવા
  4. વધુમાં વધુ ઠંડા પીણા, છાશ, લીબું પાણીનું સેવન કરવું
  5. જો તમને લૂ લાગે તો ડુંગળીને પીસેને લેપ લગાવવો
  6. વધુ પડતું તડકામાં ઉભું ન રહેવું
  7. ગરમીથી બચવા દિવસમાં બે-ત્રણ વખત ઠંડા પાણીથી સ્નાન કરવું

TAG: Ahmedabad Weather Update Today, Ahmedabad Weather Forecast

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular