Sunday, November 8, 2026
HomeGeneralવડોદરામાં ગુમ થયેલા ત્રણ બાળકો મળ્યા, પોલીસની સરાહનીય કામગીરી

વડોદરામાં ગુમ થયેલા ત્રણ બાળકો મળ્યા, પોલીસની સરાહનીય કામગીરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં પોલીસ લોકોની મદદ માટે સતત કાર્યરત રહે છે, પોલીસની નિષ્ફળતાની તો વાતો ઘણી જગ્યાએ થતી હોય છે પણ પોલીસની સફળતાની વાતો કોઈ કરતું નથી. વડોદરા પોલીસે પણ એક સરાહનીય કામગીરી કરી છે. ગત ૨૦ તારીખે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં ત્રણ બાળકો લાપતા થયા હતા. આ બાળકોના માતા પિતાએ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં બાળકોના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થયા બાદ પોલીસે ત્વરિત કામગીરી શરુ કરી દીધી હતી અને આખરે બાળકોને શોધવામાં પોલીસને સફળતા મળી છે.



ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ વડોદરાના ફતેહગંજ બ્રીજ નજીક રહેતા શ્રમજીવી પરિવારોના ત્રણ બાળકો ૨૦ તારીખે અચાનક ગુમ થયા હતા, પરિવાર દ્વારા આસપાસના વિસ્તારોમાં શોધખોળ કર્યા બાદ બાળકો ન મળતા ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં બાળકોનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ત્વરિત બાળકોની શોધ શરુ કરી હતી, જેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને બાળકોને શોધવામાં આવી રહ્યા હતા.

પોલીસ દ્વારા બાળકોને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં રહેલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ બીજી એક ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે બીજી ટીમ વડોદરા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર જઈને પણ બાળકોને શોધી રહ્યા હતા, ત્યારે આ ત્રણ બાળકો વડોદરા રેલવે સ્ટેશન પરથી હેમખેમ મળી આવ્યા હતા. બાળકો સુરક્ષિત મળી આવતા બાળકોના પરિવારે રાહત અનુભવી હતી અને પોલીસનો અભાર માન્યો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular