નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. બીજી બાજુ અલકાયદાની ધમકી બાદ પોલીસતંત્ર અને ગુપ્તચર વિભાગ પણ એલર્ટ થઈ ગઈ છે. રથયાત્રા દરમિયાન વાતાવરણ ડહોળાઈ ના જાય તે માટે આજે રથયાત્રાની સુરક્ષા અંગે અમદાવાદ પોલીસની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં શરૂ થઈ ગઈ છે.
આ વર્ષે યોજાવાની રથયાત્રા ખાસ એટલા માટે છે કે છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું. આ વર્ષે યોજાનારી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાશે. થોડા દિવસ અગાઉ અલકાયદા દ્વારા દિલ્હી, મુંબઈ અને ગુજરાતને ટાર્ગેટ કરીને હુમલો કરવાની ધમકી મળી હતી. જેના પગલે પોલીસ તંત્ર રથયાત્રામાં જરા પણ કચાશ રાખવાના મૂડમાં નથી. રથયાત્રાની સુરક્ષા અંગે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ છે. જેમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી l, અમદાવાદ પોલીસ કમિશનર, DCP સહિત ક્રાઇમબ્રાંચના અધિકારીઓ સાથે બંધ બારણે મિટિંગ શરૂ થઈ છે.
અમદાવાદમાં ગત રાત્રે રથયાત્રાના રૂટ પર પોલીસએ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ આજે અમદાવાદના મેયર અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટના વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











