Saturday, April 25, 2026
HomeGujaratનવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારીનું સુરત પોલીસે બીડું ઝડપ્યું... જાણો પોલીસની કામગીરીમાં શું...

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારીનું સુરત પોલીસે બીડું ઝડપ્યું… જાણો પોલીસની કામગીરીમાં શું છે ખાસ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણીના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે. ત્યારે ઠેર-ઠેર નવરાત્રીના મોટાપાયે આયોજનો થયા છે. જેને લઈ ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ છે. ત્યારે આ ઉત્સાહમાં ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ સતર્ક બની એક્શન મોડમાં આવી છે. શહેરના ઠેક ઠેકાણે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સંવેદનશીલ વિસ્તાર, મોટા-મોટા આયોજનો તેમજ  તેની આસપાસના વિસ્તારોમાં પણ સુરત પોલીસની બાજ નજર રહી છે. આ સાથે સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

પોલીસ પર આવી મહિલાઓની ખાસ જવાબદારી

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇ મહિલાઓ, યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ ગરબે ઘુમવા જતી હોય છે અને મોડીરાત્રે ઘરે પરત ફરતી હોય છે. ત્યારે મહિલાઓની કે યુવતીઓની છેડતીના અનેક અઘટિત બનાવો બનતા હોય છે, ભૂતકાળમાં પણ આપણે આવા અનેક કેસ જોયા છે. ત્યારે આ વખતે મહિલાની સુરક્ષાની જવાબદારી પોલીસ માટે વધી જતી હોય છે. જેથી સુરત પોલીસે સુરક્ષાની જવાબદારી ઉપાડી છે. નશાની હાલતમાં નબીરાઓ દ્વારા મહિલાઓની છેડતી ન થાય તેના પર સુરત પોલીસ ખાસ ધ્યાન આપી રહી છે.

કેવા મશીનથી કરાઈ રહ્યું છે ચેકિંગ

સુરતના શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓ પર પોલીસ ટીમ તહેનાત કરાઈ છે. દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં ફરતા આવારા તત્વો પર ચાપતી નજર રાખી રહી છે. જેમા ખાસ કરીને આ વખતે પોલીસ બ્રિથ એનેલાઇઝર મશીન સાથે જોવા મળી રહી છે જેના દ્વારા રાહદારીઓને, વાહનચાલકોને તપાસવામાં આવી રહ્યા છે. તેમાં જો કોઈ દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં પકડાઈ તો તેને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તેની પર પોલીસ ખાસ કામ કરી રહી છે. ન માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રી આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પર પણ પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે.

- Advertisement -

અસામાજિક તત્વો પર પોલીસના અંડર કવર જવાનો પડશે ભારે

ઉપરાંત સુરત પોલીસ દ્વારા અંડર કવર જવાનો શહેરના ખૂણે ખૂણે રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ત્યાં કે જ્યાં મહિલા ખેલૈયાઓ વધુ પ્રમાણમાં હોય. પોલીસના આ અંડર કવર જવાનો ખેલૈયાઓની અને પબ્લીકની આસપાસ ફરી રહ્યા છે, જેથી  અસામાજિક તત્વો કોઈ ખોટી ધમાલ કરીને નવરાત્રીનો માહોલ બગાડવાનો પ્રયત્ન કરે તો તેની પર લગામ લગાવી શકાય.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular