દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરતગ્રામ્ય): ગુજરાતમાં હાલ લીંબુની બોલબાલા છે, લીંબુના ભાવ પર સૌની નજર રહે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબના ભાવ આસમાને પહોંચતાં સામાન્યમાં સામાન્ય માણસને પણ લીંબુના ભાવવધારાની અસર થઈ છે. જ્યારે લીંબુ પકવતાં ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્યા છે. તેની સાથે સાથે તેમણે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી છે. કામરેજના કઠોર ગામે 6.5 વીઘામાં કરેલા લીંબુની વાડીમાંથી 140 કિલો લીબુની ચોરી થઈ છે. લીંબુના ભાવ આસમાને પહોંચતાં તસ્કરો હવે લીંબુ તરફ વળ્યા છે.
સામન્ય રીતે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુની માગ વધી જાય છે. આ વર્ષે નવેમ્બર માસમા થયેલા માવઠાને કારણે લીંબુંના પાકને માઠી અસર પહોંચી હતી. લીંબુનો ઉતાર ઓછો આવતાં માર્કેટમાં માગ સામે જથ્થો પૂરતો ન પહોંચતાં લીંબુનો ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુનો ભાવ 400 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો હતો. જેની અસર ગૃહિણીના બજેટ પર પહોંચી હતી. લીંબુના ભાવની અસર સામાન્ય માણસને નડી રહી હતી. જ્યારે બીજી તરફ લીંબુ પકવતા ખેડૂતોને અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવ મળ્યા હોવાની ખુશી હતી, પરંતુ સાથે સાથે ખેડૂતોએ લીંબુની સુરક્ષા પણ વધારવા પડી છે. કામરેજ તાલુકાના કઠોર ગામે જયેશભાઈ પટેલે 6.5 વીઘામાં 1450 લીંબુના ઝાડ ઉછેર્યા છે. એક ઉતારમાં 250 મણ લીંબુનો ઉતાર આવી રહ્યો હતો. જેથી ખેડૂતને આર્થિક ફાયદો થયો હતો. સાથે સાથે ખેડૂતે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી હતી. પરંતુ તસ્કરો ખેડૂતને માત આપી ગયા હતાં. બે-ત્રણ દિવસ અગાઉ ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલા લીંબુને આતરી તેને અલગ અલગ કરી ખેતરમાં મુક્યા હતાં. રાત્રીના સમયે તસ્કરો 120થી 140 કિલો લિંબુની ચોરી કરી ગયા હતાં. જે અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતાં ચોરી થયાનો અંદાજ આવ્યો હતો.
જયેશભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે, લીંબુનો સારો ઉતાર આવ્યો હતો, લીંબુનું એસોટિંગ કરી અલગ અલગ લીંબુ રાખ્યા હતાં. રાત્રીના સમયે ખેતરમાં માણસો હજાર હતાં. છતાં તસ્કરો રાત્રીના સમયે આવીને 7 મણ લીંબુની ચોરી કરી ગયા હતાં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











