Sunday, November 8, 2026
HomeGeneralસુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા કેસમાં ફાંસીની સજા બાદ આરોપી ફેનિલે કરી હાઈ...

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા કેસમાં ફાંસીની સજા બાદ આરોપી ફેનિલે કરી હાઈ કોર્ટમાં ફાંસી રદ કરવાની અપીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં થોડા મહિના અગાઉ એક બહુ ચર્ચિત હત્યાના કેસમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી હતી. સેશન્સ કોર્ટના આ આદેશની સામે આરોપીએ ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે સુરત સેશન્સ કોર્ટનો આદેશ ભૂલભરેલો છે અને આ આદેશ રદ કરવો જોઈએ. આ કેસમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા સાક્ષીઓના નિવેદન અને પુરવાના આધારે જ આરોપીને ફાંસીની સજા સાંભળાવી હતી.



સુરત સેશન્સ કોર્ટે આદેશ સંભાળવતી વખતે અવલોકન કર્યું હતું કે, આ કેસ રેર ઓફ ધી રેર કેસ છે. આ પ્રકારના ગુનો કરવા વાળા આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જાહેરમાં એક યુવતીનું ગળું કાપી નાખવાનું આ પૂર્વઆયોજિત કાવતરું હતું, અને આરોપી આ પ્રકારે હત્યા કરીને લોકોમાં પોતાનો ભય ઊભો કરવા માગતો હતો. જેના કારણે આરોપીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી.

સુરતમાં થોડા મહિના અગાઉ ફેનિલ નામના વ્યક્તિએ ગ્રીષ્મા વેકરીયા નામની એક યુવતીનું જાહેરમાં લોકોની સામે ઘાતક હથિયાર દ્વારા ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી હતી, ત્યાર બાદ ફેનિલે ગુજરાત હાઈ કોર્ટમાં ફાંસીની સજા રદ કરાવવા માટે અપીલ કરી છે. આગામી સમયમાં આ અપીલમાં ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular