વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આદિવાસીઓને રીઝવવા માટે ભાજપ, કૉંગ્રેસ, આપ-બિટીપી લાગી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 ખાતે એક બાજુ ભાજપ આદિજાતિ મોરચાની 3 દિવસની રાષ્ટ્રીય કારોબારી યોજાઈ રહી છે, જેમાં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 27 આદિજાતિ બેઠકો કેવી રીતે જીતવી એની રણનીતિ નક્કી કરાઈ હતી. તો બીજી બાજુ એ જ દિવસે દાહોદ ખાતે રાહુલ ગાંધીએ જાહેરસભા યોજી આદિવાસીઓને રીઝવવાના પ્રયાસો કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 ભાજપ રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ બી.એલ.સંતોષની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ આદિજાતિ મોરચાના પદાધિકારીઓ અને ગુજરાત ભાજપ એસ.ટી મોરચા પ્રમુખ હર્ષદ વસાવા, ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલ, નિમિષા સુથાર સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા આદિવાસી સમાજના વિકાસ માટે અને આદિવાસી સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવા ક્યાં કાર્યો કર્યા અને સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ, સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય, અન્ય સમાજથી પાછળ ન રહે એનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારનાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે આજની બેઠકમાં આવનારા દિવસોમાં આદિવાસી સમાજની સુખાકારીમાં વધારો કરવા ચિંતન થયું છે. આદિવાસીઓ માટે ભાજપે કંઇ નથી કર્યું તેવાં રાહુલ ગાંધીનાં આક્ષેપો મુદ્દે જણાવ્યું કે આજનાં અને કોંગ્રેસ સમયનાં ભારતમાં બહુ ફરક છે. આપણે કોરોનામાં બીજા દેશ પર નિર્ભર નથી રહેવું પડ્યું. આદિવાસી સમાજ માટે સરકારે ખૂબ સારો વિકાસ કર્યો છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો ગંભીર મુદ્દો, ખોટા પ્રમાણપત્રો લઇ જનારાઓને રોકવામાં આવશે. અમારી વિશ્લેષણ સમિતિ આનો અભ્યાસ કરી રહી છે. અમે આદિવાસી સમાજ માટે જે કાર્યો કર્યા છે તેનાથી અન્ય પક્ષોમાં અમારી બીક વધી છે. તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ્દ કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ બધાની વચ્ચે ખાતરી આપી છે. 1980 થી આ પ્રોજેક્ટ ચાલતો આવ્યો છે. આદિવાસીઓની એક ઇંચ પણ જમીન નહી જાય. દિલ્હીમાં પણ અમે રજુઆત કરી અને તેમાં પ્રોજેક્ટને આગળ ન વધવા દેવાનું નક્કી થયું છે. જ્યારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ આદિવાસી સમુદાય સહિત દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે બેઠકમાં ચિંતન થયું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.