Sunday, April 26, 2026
HomeGujaratરાજકોટ: દારૂ પીધેલી હાલતમાં ટ્રાફિક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ

રાજકોટ: દારૂ પીધેલી હાલતમાં ટ્રાફિક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, તેમ છતાં સૌ કોઈ જાણે છે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે, પણ જ્યારે પોલીસ કર્મચારીનો જ દારૂ પીધેલી હાલતમાં વીડિયો વાયરલ થાય તો સામાન્ય પ્રજા કોની પાસે ફરિયાદ કરવા જાય. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. એક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકે છે કે આ પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકે છે કે, આ પોલીસ કર્મચારી રાજકોટમાં નીલકંઠ ટોકીઝ પાસે ચીક્કાર દારૂ પીને હોટલ અને દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો. વીડિયોમાં જોઈ શકે છે કે આ પોલીસ કર્મચારીને બોલવાના પણ હોશ નથી. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી અને બાદમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કર્યો હતો.

- Advertisement -

પ્રાથમિક જાણકારી મુજબ આ કર્મચારી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે અને તેનું નામ નરભેરામ પટેલ છે. વીડિયોમાં જોઈ શકે છે કે પોલીસ કર્મચારીને બોલવાનું પણ ભાન નથી અને તે બોલી રહ્યો છે કે હું તો શૌચાલય બંધ કરાવું છું, હોટલ બંધ નથી કારવાતો. આ વીડિયો જોયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે જો પોલીસના જ વીડિયો વાયરલ થાય તો અધિકારીઓ સામાન્ય નાગરિકો પાસે દારૂબંધીનો અમલ કેવી રીતે કરાવશે?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular