Tuesday, November 24, 2026
HomeGujaratરાજકોટ કોર્પોરેશનના ઇજનેરની આત્મહત્યાની તપાસના નામે મનપા નાટક કરે છે: કોંગ્રેસ નેતા...

રાજકોટ કોર્પોરેશનના ઇજનેરની આત્મહત્યાની તપાસના નામે મનપા નાટક કરે છે: કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં થોડા મહિનાઓ અગાઉ કોર્પોરેશનના એક ઈજનેરે રાજકોટના ન્યારી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી, જેની તપાસ મહિનાઓથી કરવામાં આવી રહી છે તેમ છતાં આજ સુધી તેનું કારણ સામે નથી આવ્યું કે નથી કોઈ જવાબદાર સામે આવ્યું છે, ત્યારે કોર્પોરેશનના તપાસ અધિકારી સતત તપાસ ચાલુ છે તેવું જણાવી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસનાં નેતા ગાયત્રીબા વાઘેલાનું એક નિવેદન આજે સામે આવ્યું છે, જેમાં તેમણે RMC ઉપર આકરા પ્રહારો કર્યા છે.

ગત ડિસેમ્બર માહિનામાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક ઈજનેરે ન્યારી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી, ત્યાર બાદ ઘણી અટકળો ચાલી હતી પરંતુ તેમની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવ્યું ન હતું. જેના કારણે RMC દ્વારા આ અંગે એક તપાસ શ્હરું કરવામાં આવી હતી, પરંતુ 7 મહિના થઈ ગયા હોવા છતાં આજ સુધી આ ઇજનેરના મૃત્યુ પાછળનું કારણ બહાર આવ્યું નથી કે તેના માટે જવાબદાર લોકોના નામ પણ સામે આવ્યા નથી.

- Advertisement -

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા આ મામલે ડેપ્યુટી કમિશનર આશિષકુમારને તપાસ સોંપવામાં આવી હતી. આશિષકુમાર 10 જાન્યુઆરીથી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે, પરંતુ આજ સુધી આ તપાસનો અંત આવ્યો નથી. ત્યારે હવે કોંગ્રેસના મહિલા અગ્રણી અને પૂર્વ વિપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “કોર્પોરેશનનું તંત્ર તપાસના નામે નાટક કરી રહ્યું છે. આ અંગે ડેપ્યુટી કમિશનર આશિષકુમારે તપાસ ચાલુ હોવાનો રૂટિન જવાબ આપ્યો છે પણ તપાસના નામે મનપા દ્વારા આખું કારસ્તાન દબાવી દેવા અધિકારીઓ તપાસને જાણી જોઈને લંબાવી રહ્યા છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટ કરે કે તપાસ ચાલુ છે કે પૂરી થઈ છે.”

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular