નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. સામાન્ય રીતે ચૂંટણીઓ આવે એટલે સરકારી વિભાગો પડતર માગણીઓને લઈને વિરોધ કરતાં હોય છે. તેવી જ રીતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસ, શિક્ષક, કરાર આધારિત કર્મચારીઓ સહિત ઘણા સરકારી કર્મચારીઓ પડતર માગણીઓ લઈને રસ્તા ઉપર ઉતર્યા છે. શિક્ષકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં આજે રાજકોટમાં ભાજપના પોસ્ટર ઉપર કાળી ચોકડી મારવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી મુજબ રાજકોટના રેસકોર્સ રોડ પર આગળ આગળ જગ્યાએ કેટલાક મહિનાઓ અગાઉ ભાજપ દ્વારા ભાજપ દ્વારા કમળનું ચિન્હ દોરવામાં આવ્યું હતું. આ ચિન્હો ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા કળા કલર દ્વારા ચોકડી કરવામાં આવી છે અને તેની જગ્યાએ ‘જૂની પેન્શન યોજના લાગુ કરો’ આવવું લખાણ કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ભાજપ દ્વારા અંદરખાને તપાસ કરવામાં આવ્યું છે કે આવું લખાણ કરીને કમળના ચિન્હ ઉપર ચોકડી કોણે મારી હતી.
ઉલ્લેખનીય છે કે આગામી કેટલક મહિનામાં ગુજરાતની વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે વર્ષોથી સત્તા ભોગવી રહેલી ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં મુશ્કેલી ઊભી કરવા માટે ગુજરાતનાં રાજકારણમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. ગુજરાતમાં જે સરકારી વિભાગો આંદોલન કરી રહ્યા છે, તેમના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ ગેરેન્ટી આપવામાં આવી છે. જેના કારણે હવે ભાજપ સામે મુશ્કેલી ઊભી થઈ છે એવામાં કેટલાક લોકો દ્વારા ભાજપના કમળ ઉપર કાળો કલર કરી દેતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે.








