નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અકસ્માતની ઘટનાઓ રોજ બનતી હોય છે, જેમાં ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. રાજકોટ જામનગર હાઇવે ઉપર ગઈકાલે એક ટ્રક અને ઈકો કાર વચ્ચે એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હાઇવે ઉપર અકસ્માત થવાના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામના પણ દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક દૂર કરીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી હતી.
પ્રાથમિક જાણકારી મુજબ રાજકોટથી જામનગર તરફ હાઇવે ઉપર તરઘડી નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઈકો કરની એક સાઈડ દબાઈ ગઈ હતી જેના કારણે એક સાઈડ બેઠેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જયારે અન્ય ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતનો ધડાકો સાંભળી મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો એકત્રિત થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “ઇકો કાર અને ટ્રક બંને પુરપાટ ઝડપે જઈ રહ્યા હોવાથી અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં બેઠેલાઓ પૈકી એક વ્યક્તિને જીવ ગુમાવવા પડ્યો હતો. ઇકો કાર દ્વારા શહેર આસપાસનાં વિસ્તારોમાંથી પેસેન્જર ભરીને હાઇવે ઉપર આડેધડ કાર દોડાવવામાં આવતી હોવાની અનેક રજૂઆતો થઈ ચૂકી છે. જેને લઈને મુસાફરોને આ પ્રકારના અકસ્માતમાં જીવ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે આ અકસ્માત બાદ પોલીસ તંત્ર જાગે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











