નવજીવન ન્યૂઝ. રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જ્યારથી રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી હતી ત્યારથી ગુજરાતનું રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે રાજકારણમાં જોડાવાની જાહેરાત કર્યા બાદ કયા પક્ષમાં જોડાશે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. ઉપરાંત રાજકારણમાં જોડાવા અંગેનો સર્વે કરતાં હોવાનું કહીને તારીખ પે તારીખ પાડતા રહ્યા હતા.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ યોજીને રાજકારણમાં જોડાવવા અંગેનો નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો હોવાનું જણાવ્યુ હતું, વધુમાં જણાવ્યુ કે, હું ખોડલધામના ચેરમેન પદે રહીને સમાજ સેવા કરીશ, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારવાનું કામ કરીશ. વડીલોની સલાહ માનીને રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામમાં પોલિટીકલ એકેડેમી બનાવવામાં આવશે.
નરેશ પટેલનું સ્ટેન્ડ અગાઉથી જાણે નક્કી જ હતું પણ દર વખત તેઓ મીડિયા અને લોકો સામે લટકતું રાખીને પોતાના મનસુબા પુરા કરવાના ઈરાદા રાખતા હોય તેવું જોવા મળતું હતું. કારણ કે તેઓ વડીલોનું જ માનવાના હતા તો કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપના નેતાઓ ત્રણેય પક્ષોના નેતાઓ સાથે આ મામલે વાટાઘાટો કરતાં હતા. આ મામલમાં રાજકીય પંડીતોનું માનીએ તો તેઓ સતત પોતાની શરતો પ્રમાણે રાજકારણમાં પ્રવેશ થાય તેવા પ્રયાસોમાં હતા, પરંતુ તેમની શરતો સાથે ન તે સમાધાન કરે તેમ હતા કે ન રાજકીય પક્ષો તેને માની શકે તેમ હતા કારણ કે તેમનું કદ એટલું પણ મોટું બન્યું ન્હોતું કે તેઓ પક્ષોને પોતાની આંગળી પર નચાવી શકે. જોકે આખરે ફરી તેમણે આ મુદ્દે કહ્યું છે કે સમય અને સંજોગો શું કરાવે તે ખબર નથી. આમ તેઓ વધુ એક વખત લટકતું મુકવાની તૈયારીમાં બેઠા હોય તેવું તેમના નિવેદન પરથી જણાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











