નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતની જનતાને રાત દિવસ સુરક્ષા પૂરી પાડતી ગુજરાત પોલીસ પણ હવે અસુરક્ષિત બની છે. એક તરફ દિવસેને દિવસે સાયબર ગુના વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ હેકર્સે ગુજરાત પોલીસને પડકાર ફેંક્યો છે. હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ પણ સતત અપડેટ થઈને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક્ટિવ રહે છે. ગુજરાત પોલીસ તેમની કામગીરી અને અનેક માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડતી હોય છે. જો કે ગઈકાલ મોડી રાત્રે ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેકર્સે હેક કરી લીધું હતું.
હેકર્સે ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક કરીને આઇડીમાં ઇલોન મસ્ક લખી નાખ્યું હતું. ઉપરાંત પ્રોફાઇલ ફોટોમાં રોકેટનો ફોટો લગાવ્યો હતો. ગુજરાત પોલીસ ટ્વીટર એકાઉન્ટ હેક થતાં ગણતરીની મિનિટમાં તેને રિકવર કરી લેવામાં આવ્યું હતું. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાણકારી આપી હતી કે ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે,બધાને જણાવવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત પોલીસના એકાઉન્ટ પરથી આવતા મેસેજ કે માહિતીનો પ્રતિસાદ કે પ્રતિઉત્તર ન આપવો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








