Sunday, June 28, 2026
HomeGujaratગુજરાતઃ કોન્સ્ટેબલનું વાર્ષિક વેતન 4.16 લાખઃ હર્ષ સંઘવીએ જાણો પોતાની જાહેરાતમાં કોનો...

ગુજરાતઃ કોન્સ્ટેબલનું વાર્ષિક વેતન 4.16 લાખઃ હર્ષ સંઘવીએ જાણો પોતાની જાહેરાતમાં કોનો પગાર કેટલો જાહેર કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાત પોલીસમાં પગારને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન અને નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. જે ગુજરાત પોલીસના પગારમાં ગુજરાત સરકાર દ્વારા કેટલોક વધારો કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કુલ 550 કરોડથી વધુની ફાઈલ મંજુર કરાઈ છે. હવે નવી જાહેરાત મુજબ, ગુજરાત પોલીસના એલઆરડી, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈના પગાર કેટલા થયા છે આવો જાણીએ તેમણે શું કહ્યું.

તેમણે કહ્યું કે, મારા ગુજરાત પોલીસના પરિવારોની જે રજૂઆતો હતી તેનાથી વિશેષ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. તા. 28.1.21ના દિવસે ગુજરાત પોલીસના પગાર ભથ્થા માટે એક કમિટિ બનાવી હતી. આ કમિટિમાં ગુજરાત પોલીસમાંથી પોલીસ મહાનિરિક્ષક બ્રિજેશ કુમાર સહિત ડીજીપી શાખાના અધિકારીઓની એક કમિટિ બનાવાઈ જે કમિટિએ બેઠકો કરી અને આ બેઠકોમાં 44 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર હતા. એલઆરડીનો પગાર 3.47 લાખ, કોન્સ્ટેબલનો 4.16 લાખ, હેડ કોન્સટેબલનો- 4.95 લાખ અને એએસઆઈનો પગાર 5.84 લાખ પગાર નક્કી કરવામાં આવ્યો છે.

- Advertisement -

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ પણ પોતાની અધ્યક્ષતામં બેઠકોનું આયોજન કર્યું હતું. નાણામંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ અને પોલીસ સાથે પણ બેઠકોનું આયોજન કર્યું હતું. વિવિધ વર્ગના કર્મચારીઓના પગારમાં કેવી રીતે વધારો થઈ શકે તેની વિચારણા કરવામાં આવી હતી. જેમને 2.51 લાખ મળતા હતા તેમને હવે આ પગાર મળશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular