ભાગ 4: કોઈ પણ ગુનેગાર પોલીસની મદદ અથવા પોલીસની બેદરકારી વગર મોટો થતો નથી. પરંતુ પોલીસ જે ગુનેગાર તરફ બેધ્યાન રહે છે, તે ગુનેગારનું કદ અને વજન એટલુ વધી જાય છે કે સામાન્ય પોલીસ અધિકારી આવા બેફામ બની ગયેલા ગુનેગારનો સામનો કરવાનો વિચાર સુધ્ધા જ કરતા નથી, આવુ જ કઈક જામનગરના કુખ્યાત જયેશ પટેલના કિસ્સામાં બન્યુ પણ બન્યુ , સામાન્ય વાહન ચોર જયેશ પટેલે જયારે જામનગરના નાકે દમ લાવી દીધો અને સરેઆમ હત્યા કરવા લાગ્યો ત્યારે ગુજરાતના ગૃહ વિભાગને એકશન પ્લાન ઘડવાની ફરજ પડી હતી, જેના ભાગ રૂપે ગત વર્ષે 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રનને જામનગરના DSP તરીકે મુકી ઓપરેશન જયેશને અંજામ આપવાનો આદેશ આપ્યો હતો.
એક વાહન ચોર જયેશ પટેલની હિમંત દિવસે દિવસે વધવા લાગી હતી. વાહન ચોરી કરતો જયેશ પટેલ સામાન્ય ખેડુતોના દસ્તાવેજ સાથે ચેંડા કરી જમીન માલિક થવા લાગ્યો કયારેક સ્થાનિક પોલીસ તો કયારેક સ્થાનિક નેતાના છુપા આશીર્વાદ મળતા રહ્યા જેના કારણે તેની હિમંત અને તાકાત એટલી વધી ગઈ જયેશ હાથ મુકે તે જમીન તેની થઈ જતી હતી, જયારે જયારે જયેશને પૈસાની જરૂર પડતી ત્યારે કોઈ પણ માલેતુજારને નિશાન બનાવી ખંડણી માગતો હતો, તેને ના પાડવાની હિમંત કરનાર ઉપર તે પોતાના માણસો દ્વારા ગોળી ચલાવતા પણ અચકાતો નહીં, પણ કયારેક કેટલાંક હિમંતવાન લોકો પણ હોય છે જેઓ આવા ગુંડાઓને પડકારવાની હિમંત કરે છે, આવા જ એક બહાદુર એડવોકેટ કિરીટ જોષી હતા.

કિરીટ જોષી વ્યવસાયે જામનગરના વકિલ હતા પણ તેમની અંદરનો પરશુરામ અન્યાય સામે લડવા માટે તૈયાર હતો, કિરીટ જોષીએ જયેશ પટેલની સામે લડવાની હિમંત કરી અને અપેક્ષા પ્રમાણે જ થયુ, એડવોકેટ કીરીટ જોષીની ઓફિસની બહાર જ તેમને ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવી, આ હત્યા પછી જયેશ દેશ છોડી ફરાર થઈ ગયો , પોલીસ પાસે એવી જાણકારી હતી કે તે દુબઈમાં છે, પરંતુ દેશ છોડયા પછી જયેશની હિમંત વધી ગઈ કારણ તે ભારતની પોલીસની પક્કડની બહાર હતો. તે જામનગરની શ્રીમંતોને ફોન ઉપર ધમકી આપતો અને કિરીટ જોષીની ઘટના પછી તેની સામે પડવાની કોઈને હિમંત ન્હોતી, જયેશના ફોન પછી તેની માગણી પ્રમાણેની રકમ તેને પહોંચી જતી હતી, હવે તો સ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે જયેશને પૈસા આપ્યા પછી પણ તેની સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર ન્હોતુ.
જયારે આ મામલે ગુજરાતના ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાસે પહોંચ્યો ત્યારે તેમણે એકશન પ્લાન ઘડી કાઢયો અને અમદાવાદના ડીસીપી દિપેન ભદ્રનને જામનગરના SP તરીકે મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો. દિપેન ભદ્રન જામનગરનો હવાલો સંભાળ્યા પછી તેમને પોતાના વિશ્વાસુ અને મજબુત પોલીસ અધિકારીની ટીમની જરૂર હતી, સરકાર તરફથી તેમને પોતાની ટીમ પસંદ કરવાની મંજુરી હતી. દિપેન ભદ્રને પોતાની ટીમમાં અમદાવાદના ગ્રામ્યના એએસપી નિતેશ પાંડેય આણંદના પીઆઈ કિરણ ચૌધર, સોરઠ ચોકીના સુભાષ નીનામા અને પીએસઆઈ ભાર્ગવ દેવમુરારીને પોતાની ટીમમાં સામેલ કર્યા.
જામનગરનો માહોલ ડરામણો હતો, જયેશ પટેલ અંગે માહિતી અને પુરાવાઓ મળી ગયા હતા, પરંતુ જયેશ સામે કોઈ ફરિયાદ આપવા તૈયાર ન્હોતુ, જયેશ ભારતની બહાર હતો છતાં તેનો ખૌફ યથાવત હતો, ડીએસપી દિપેન ભદ્રને સામે આવેલી વિગતના આધારે ઈન્સપેકટર કિરણ ચૌધરીને ,સરકાર તરફે ફરિયાદી થવાની સુચના આપી અને જયેશ પટેલની જીંદગી ખરાબ થઈ જાય તેવી ફરિયાદ જામનગરના પોલીસના ચોપડે નોંધાઈ, ગુનેગારને પોલીસનો ડર એટલે પણ હોતો નથી કારણ ફરિયાદ નોંધાય પછી પોલીસ ખાસ મહેનત કરતી નથી, પરંતુ આ વખતે પાક્કુ પ્લાનીંગ હતું, ઈન્સપેકટર કિરણ ચૌધરી ફરિયાદી થયા અને ઈન્વેસ્ટીગેશન આઈપીએસ અધિકારી નિતીશ પાંડેયને સોંપવામાં આવ્યુ, સામાન્ય સંજોગોમાં આઈપીએસ અધિકારી તપાસ અધિકારી થતાં નથી પરંતુ જયેશના કમનીસબે નીતીશ પાંડેય દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.
નીતીશ પાંડેય યુવાન આઈપીએસ અધિકારી છે. અનુભવ ઓછા હતો, છતાં ઈરાદા અને અભ્યાસ પુરતો હતો, નીતીશએ જુના અધિકારીઓના સલાહ પ્રમાણે કઈ રીતે જયેશની કમર તોડી શકાય તેની યોજના બનાવી હતી, પહેલા તો જામનગરમાં જયેશની જાહેર અને ખાનગીમાં મદદ કરનારને તેમણે ઓળખી શોધી કાઢયા, દસ કરતા વધુ સાગરીતોને પકડી ગુજસીટોકના ગુનામાં તેમને જેલમાં ધકેલી દીધા આ આરોપી પાસેથી અંદાજે છ કરોડ કરતા વધુની રકમ કબજે કરી, પણ આ તો શરૂઆત હતી, જયેશના મદદગાર પકડાઈ ગયા હતા, પરંતુ ગુનાઈત કામ દ્વારા તેણે કરોડની સંપત્તી એકત્રીત કરી હતી આ તમામ નામી બેનામી સંપત્તી નીતીશ પાંડેયે શોધી કાઢી આ સંપત્તી સરકારના નામે થાય તે દિશામાં કાર્યવાહી કરી.
નીતીશ પાંડેયની કાર્યવાહીને કારણે જયેશ પટેલનો બે નંબરનો ધંધો ઠપ્પ થઈ થઈ હતો, પરંતુ જામનગરની પોલીસની મહત્વનની ટાસ્ક હતુ હતુ કે જયેશ પોલીસની પક્કડમાં હોય, જયેશ વિવિધ માધ્યમનો ઉપયોગ કરી જામગનગરના સંપર્કમાં હતો, નીતીશ પાંડેય જયેશને ફોલો કરી રહ્યા હતા તેમને જાણકારી મેળવી કે જયેશ લંડનમાં છે. પણ હદની સમસ્યા હતી, જામનગર પોલીસે ભારત સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો અને જયેશ કયાં છે તેની જાણકારી આપી ભારત સરકારે પ્રોવીઝનલ એરેસ્ટે પ્રપોઝલના આધારેવ ઈન્ટરપોલ દ્વારા જયેશ પટેલની અટકાયત કરવામાં આવી છે જયેશ ભારત આવે તે માટે પ્રત્યાપર્ણઁની પ્રક્રિયા ચાલુ છે પરંતુ નીતીશ પાંડેયની તપાસને કારણે જયેશ હતો ત્યાં જ પહોંચ્યા જેના કારણે નીતીશ પાંડેયને સન્માનીત કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે.








