નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દર વર્ષે પોલીસ વિભાગમાં સારી કામગીરી કરવા બદલ DGP એવોર્ડ્સ આપવામાં આવે છે, જે આ વર્ષે પણ આપવામાં આવશે. વર્ષ દરમિયાન તપાસમાં ઉત્તમ કામ કર્યું હોય તેમની પ્રશંસા કરવા માટે DGP દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાતનાં 110 જેટલા પોલીસ કર્મચારીઓને ગાંધીનગરના કરાઈમાં આવેલી પોલીસ એકેડમીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આની પહેલા 2020માં પોલીસ એકેડમીમાં DGP પ્રશંસા એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતનાં 16 IPS અધિકારીઓએ, 78 PI અને અન્ય કોન્સટેબલને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. હવે આ વર્ષે બીજા 110 જેટલા પોલીસ કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવશે.
આ એવોર્ડ સમારંભ આવતી કાલે એટલે કે 8 એપ્રિલે સાંજે યોજાશે, આ એવોર્ડ માટે જેમના નામ આપવામાં આવ્યા છે તેમને સવારે 10 વાગે ગાંધીનગર કરાઇ પોલીસ એકેડમીમાં બોલાવી લેવામાં આવ્યા છે. જ્યાં તેમણે DGP પ્રશંસા એવોર્ડ એટલે કે DGP’S Commendation disc આપવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












