તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં પોલીસ ઓનલાઈન સટ્ટા જુગાર રમતા આરોપી વિરુધ્ધ ગુના દાખલ કરે છે. પરંતુ આ સટ્ટાના મોટા બુકીઓ સુધી કેમ નથી પહોંચી શકતી તે આજ સુધી સવાલ હતો. પરંતુ હવે તો આ સટ્ટાની રમત માટે ગુજરાતના અખબારમાં પણ જાહેરાત આપતા થયા છે. મહાદેવ બુકના નામે છેલ્લા દિવસોથી ગુજરાતી અખબારના પ્રથમ પાને આવતી જાહેરાત શું છે તે શું ગુજરાત પોલીસ નથી જાણતી ? તો આવો અમે જણાવીએ આપને કે મહાદેવ બુક ઓનલાઈ ક્રિકેટ સહિતનો જુગાર રમાડવાનો ધંધો છે.
આ જુગાર રમવા માટે અખબારમાં આવતી મહાદેવ બુકની જાહેરાતના નંબર… પર વોટ્સએપ મેસેજ કરવાનો રહે છે. જેમાંથી તમને રમવા માટે વેબસાઈટનું લીસ્ટ મળશે, કોઈ પણ વેબસાઈટ સિલેક્ટ કરી અને પૈસા મોકલો, બસ આટલું કરી મેળવો આઈ.ડી. પાસવર્ડ અને રમવા લાગો જુગાર. આ વેબસાઈટમાં કેવી રીતે જુગાર રમાડવામાં આવે છે તે બતાવવા નવજીવન ન્યૂઝે એક્સક્લુઝીવ વીડિયો રજૂ કરી રહી છે. આ વીડિયો પરથી પોલીસ આ સટ્ટોડિયાનો કારોબાર જોઈ શકે અને સમજે કે આ જાહેરાતમાં ખરેખર જુગાર રમાડવનો ધંધો છુપાયેલો છે.
મહાદેવ બુક પર સટ્ટો રમવા માટે તેઓ પૈસાની લેવડ દેવડ બેંક એકાઉન્ટ અને યુ.પી.આઈ. આઈડી મારફતે કરે છે. જેમાં IDFC બેન્કના એકાઉન્ટ નંબર 10081860401 ખાતા ધારક ગોરખનાથ કુમ્હાર IFSC Code IDFB0060521, Indusind બેન્ક ના એકાઉન્ટ નંબર 258827508368 IFSC Code INDB0000147 તેમજ rprasad24024@okaxis, Expertenterprises@aubank, adfghfhkk@okaxis, યુ.પી.આઈ. આઈ.ડી.નો ઉપયોગ કરે છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ચાલતા ઓનલાઈન જુગારના કાળાકારોબાર મામલે નવજીવન અહેવાલ પ્રસિધ્ધ કરી રહ્યું છે. જેમાં મુખ્યવાત છે કે જ્યારે કોઈ અખબારમાં જાહેરાત આપે છે અને તે જુગારનો વ્યવસાય (ગોરખધંધો) છે તે અમે જણાવીએ છીએ, પરંતુ ગુજરાત પોલીસના પેટનું પાણી નથી હલતું. પણ હવે તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પોલીસે તો મહાદેવ બુક મામલે કાર્યવાહી પણ કરી છે.
આ કાળોકારો બાર માત્ર મહાદેવ બુકની મંડળી જ કરે છે તે વાત પણ ખોટી કહેવાય. આ પ્રકારે ઓનલાઈન જુગારનો ધંધો ગુજરાતના લગભગ દરેક શહેરના બુકીઓ કરે છે, પરંતુ ઓનલાઈન હોવાનું કારણ ધરી પોલીસ મોટા માથા સુધી પહોંચી નથી શકતી તેવું બહાનું ધરે છે. પરંતુ ખરેખર તો આ ‘કહેવાતુ’ વિદેશી નેટવર્ક ભારતના જ બુકીઓ ચલાવે છે તે સૌ કોઈ જાણે છે.
આ મામલે તપાસ કરવી પણ સરળ છે, સટ્ટોડિયાઓ બેન્ક એકાઉન્ટ અને યુપીઆઈ સહિતના આઈ.ડી. પર વ્યવહાર કરે છે. તેમજ અખબારમાં જાહેરાતો આપે છે. તેમજ પોતાની વેબસાઈટ પર સેલેબ્રેટી પાસે તો જાહેરાત કરાવતા વીડિયો મુક્યા છે. ટૂંકમાં તેમની કડી પકડવી ગુજરાત પોલીસ માટે કોઈ મોટી વાત નથી બસ મોટી વાત છે તો એ કે, રાજ્યમાં તમામ ઓનલાઈન સટ્ટોડિયાઓને નાબુદ કરવાના મજબૂત ઈરાદો નથી જોવા મળતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











