Monday, October 5, 2026
HomeGujaratઅકસ્માતમાં જીવ બચાવવા આવ્યું ગુજરાત પોલીસનું હાઇ-ટેક વાહન ‘અભિરક્ષક’, જાણો તેની ખાસિયતો

અકસ્માતમાં જીવ બચાવવા આવ્યું ગુજરાત પોલીસનું હાઇ-ટેક વાહન ‘અભિરક્ષક’, જાણો તેની ખાસિયતો

- Advertisement -
નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતો દરમિયાન થતી જાનહાની ઘટાડવાના હેતુથી ગુજરાત પોલીસે “અભિરક્ષક” નામના અત્યાધુનિક રેસ્ક્યુ વાહનોને પોતાના કાફલામાં સામેલ કર્યા છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે.

સરકારી યાદી મુજબ, આ વાહનોનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત બાદના નિર્ણાયક “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઇજાગ્રસ્તોને તાત્કાલિક બચાવીને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાનો છે.

પાયલોટ પ્રોજેક્ટ માટે બે જિલ્લાની પસંદગી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ વાહનો માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના અકસ્માત સંબંધિત ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ જે જિલ્લાઓમાં ગંભીર અકસ્માતોની સંખ્યા વધુ છે તેવા અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યને પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયા છે.

- Advertisement -

આ વાહનો ખાસ કરીને એવી પરિસ્થિતિમાં મદદરૂપ થશે, જ્યાં અકસ્માત બાદ વ્યક્તિ વાહનમાં ફસાઈ ગઈ હોય અને તેને બહાર કાઢવા માટે ખાસ સાધનોની જરૂર પડે.

‘અભિરક્ષક’ વાહનની મુખ્ય સુવિધાઓ:

પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, આ વાહન 32થી વધુ પ્રકારના રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ છે. તેમાં મુખ્યત્વે નીચે મુજબના સાધનોનો સમાવેશ થાય છે:

  • કટિંગ અને રેસ્ક્યુ ટૂલ્સ: મેટલ કટર, ગ્લાસ કટર, અને બોલ્ટ કટર.
  • લિફ્ટિંગ અને એક્સેસ: ભારે વજન ઉઠાવવા માટેની વીંચ અને ઊંચાઈ પર પહોંચવા માટે ટેલિસ્કોપિક લેડર.
  • તબીબી સહાય: ઇજાગ્રસ્તો માટે ઓક્સિજન બોટલ અને સ્ટ્રેચર.
  • રાત્રિ કામગીરી માટે: પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર સેટ.
  • અન્ય ટેકનોલોજી: નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને ડ્રોન ઓપરેશન માટેની સુવિધા.

વાહનની બોડી ફાયરપ્રૂફ અને હુમલારોધક ડિઝાઇન ધરાવે છે, જે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરશે.

- Advertisement -

આગામી સમયનું આયોજન

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.”

આ પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular