Sunday, April 19, 2026
HomeBusinessસોનું પહેલા ૩૪૦૦નો બેઝ બનાવશે ત્યાર પછી ૩૪૪૫ પાર કરી આખરી લક્ષ્યાંક...

સોનું પહેલા ૩૪૦૦નો બેઝ બનાવશે ત્યાર પછી ૩૪૪૫ પાર કરી આખરી લક્ષ્યાંક ૩૫૦૦ ડોલરનો

- Advertisement -

મહત્તમ દેશોએ વિદેશી હૂંડિયામણ અનામત અમેરિકન ડોલરને બદલે સોનામાં વૈવિધ્યકૃત કરતા સોનાની તેજીને લાંબાગાળાનો રાહ મળી ગયો છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન ડોલર શુક્રવારે ગબડી પડ્યો સાથે જ સોનાએ છલાંગ લગાવી. છેલ્લા બાવન સપ્તાહમાં સોનાએ ૩૮ ટકા નફો આપ્યો અને આગામી સપ્તાહોમાં પણ ભાવને નવી દિશા મળવાની છે. ગત બુધવારે અમેરિકન ફેડરલ રીઝર્વે વ્યાજદરમાં કોઈ ફેરફાર નાં કરવા સાથે ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરમાં વ્યાજ ઘટાડાના કોઈ સંકેત નાં આપતા, સોનામાં સારું એવું નાફાબુકીંગ આવ્યું હતું. ગત સપ્તાહે હાજર સોનું ૦.૭ ટકા વધીને ૩૩૬૦ ડોલર રહ્યું. સોમવારે ભાવ ૩૩૮૨ ડોલરે પહોચ્યા હતા. જો ૩૧ જુલાઈ ૨૦૨૫ની બોટમથી જોઈએ તો ભાવ ૩ ટકા વધી આવ્યા છે. પણ હવે જ્યારે અમેરિકન રોજગારીના આંકડા ખુબ નબળા આવ્યા છે, ત્યારે સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટવાનો આશાવાદ ઉજ્જવળ બન્યો છે.

ઉભરતા અર્થતંત્રોના મહત્તમ દેશો તેમની વિદેશી હૂંડિયામણ અનામત અમેરિકન ડોલરને બદલે સોનામાં વૈવિધ્યકૃત કરવા લાગતા, સોનાની તેજીને લાંબાગાળાનો રાહ મળી ગયો છે. ખાડે જઈ રહેલું અમેરિકન અર્થતંત્ર સોનાની તેજીને નવો વધારાનો સપોર્ટ પૂરો પાડે છે. હાજર સોનું પહેલા ૩૪૦૦નો બેઝ બનાવશે ત્યાર પછી ૩૪૪૫ પાર કરવા પ્રયાસ કરશે આખરી લક્ષ્યાંક ૩૫૦૦ ડોલરનું હશે. અલબત્ત, આ વર્ષે આપણને સોનામાં નવી ઊંચાઈ ફરી જોવા મળશે.

- Advertisement -

સપ્ટેમ્બર વ્યાજ કટ આવશે કે નહિ તેનો આધાર, હવે અમેરિકન રોજગારીના આંકડા પર નિર્ભર છે. યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટેસ્ટીક્સ કહે છે કે જુલાઈમાં માત્ર ૭૩૦૦૦ લોકોને રોજગારી આપી શકાઈ હતી. આટલા નબળા રોજગારીના આંકડાએ અમેરિકન અર્થતંત્રનાં વિશ્વાસને ડામાડોળ કરી નાખ્યો છે. ફેડરલ રીઝર્વ વધુ કડક પગલાં ભરશે, ખાસ કરીને વ્યાજદર ઘટાડો અને વિકાસ માટે રાહત પેકેજ નહિ આપે તો કરન્સી બજારમાં ડોલર પર દબાણ વધશે. નબળા રોજગારીના આંકડાએ રોકાણકારોને નારાજ કર્યા છે. હવે તેઓ અર્થતંત્રમાં અચોક્ક્સ્તાઓ સામે સલામતી મેળવવા સોનામાં સરણ લે તેવી સંભાવના વધી ગઈ છે.

જો ફેડરલ રીઝર્વ વધુ કડક પગલાં અખત્યાર કરશે તો, ટેકનીકલ નિર્દેશો કહે છે કે સટ્ટાકીય નાણાનો પ્રવાહ, સોનાના વાયદામાં વધી રહેલા તેજીવાળાના ઉભા ઓળિયા અને ઈટીએફમાં તેજીનું વલણ જેવા મુદ્દા અન્ય અસ્કયામતોમાં, ખાસ કરીને સોના ચાંદીમાં વહેશે. અને સોનાના ભાવને ૩૪૦૦ ડોલરની તાર્કિક ઉંચાઈએ જવા મજબુર કરશે. એનાલિસ્ટો એવું માનવા લાગ્યા છે કે ટ્રેડરો દરેક ઘટ્યા મથાળે લઈને તેજીનો વેપાર ગોઠવી રહ્યા છે. જ્યારે કેટલાંક એનાલિસ્ટો માને છે કે ઓગસ્ટ પછી આમ પણ સાંયોગિક રીતે મોસમી તેજી તરફ આગળ વધતી હોય છે. શકય છે કે બજારમાં ટૂંકાગાળાની અફડાતફડી વધે તો મોટી તેજીને થોડી બ્રેક લાગી શકે છે, પણ લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીનો હોવાનું મનાય છે.

આ સપ્તાહે આર્થિક આંકડાઓનું કેલેન્ડર હળવું (ઓછા ક્ષેત્રનું) નાનું હોવાથી શુક્રવારે આવેલો રોજગારી અહેવાલ પછી આવેલો ઉછાળો કદાચ પચાવી જવાય. બરાબર આ જ સમયે એનાલિસ્ટો એવું પણ માની રહ્યા છે કે ટ્રમ્પ ટેરીફની વર્તમાન લડાઈ જાગતિક બજારમાં જકાત વોરને વધુ વકરાવશે તો સોનામાં તેજી ઝાલી ઝલાશે નહિ. ટ્રેડરોની આર્થિક ચિંતા પણ સોનાની તેજી માટે વધારાનું એક કારણ બની રહેવાનું. વૈશ્વિક વેપારની અનિશ્ચિતતાઓ કીમતી ધાતુની મુલ્ય વૃદ્ધીમાં નવું ઇંધણ પૂરશે.

- Advertisement -

સોનાને જાગતિક કરન્સીની તેજીમંદીનો લાભ પણ મળતો રહેશે. જકાત યુદ્ધનો અર્થ એ પણ થશે કે બહુ ઓછા દેશો વેપારના ચલણ તરીકે ડોલરનો ઓછો ઉપયોગ કરશે, આથી પણ એનાલિસ્ટો એવું માનવા લાગ્યા છે કે વ્યાપારમાં આવતા બદલાવનો લાભ સોનાને મળતો રહેશે, કારણ કે સોનું હવે વધુ એક નાણાકીય અસ્કયામત બની જવાનું. તાજેતરમાં સોનાની તેજીમંદી ઊંધાચત્તી વલણ ધરાવતી થઇ ગઈ છે, તેથી તેનું અર્થઘટન રોકાણકારોને કયારેક ઊંધા રવાડે ચઢાવી દે છે, આ બધું છતાં સોનું અને ચાંદી ૨૦૨૪ અને ૨૦૨૫મા સતત વધતા રહ્યા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular