Wednesday, January 14, 2026
HomeGujaratમોરબી: ગુજરાતની ‘દારૂબંધી’ના ધજાગરા, યુવકનો નગરપાલિકા કેમ્પસમાં દારુ પીતો વીડિયો વાયરલ; પોલીસે...

મોરબી: ગુજરાતની ‘દારૂબંધી’ના ધજાગરા, યુવકનો નગરપાલિકા કેમ્પસમાં દારુ પીતો વીડિયો વાયરલ; પોલીસે કરી બેની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં દારૂબંધીની શું પરિસ્થિતી છે તેનાથી તો હવે કોઈ અજાણ નથી. થોડા દિવસો અગાઉ ગુજરાતનાં બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ-કેમિકલ કાંડ બાદ સમગ્ર ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉઠ્યા હતા, ત્યાર બાદ પોલીસ દ્વારા સતત અલગ અલગ સ્થળોએ દારૂના અડ્ડા ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં નગરપાલિકના જ મેદાનમાં ખુલ્લેઆમ દેશી દારૂની કોથળી પીતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. ત્યાર બાદ મોરબી પોલીસ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતરમાં મોરબી નગરપાલિકા કેમ્પસમાં જ દેશી દારૂની કોથળી લઈને દારુ પીતા એ વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો, જે સમયે આ યુવક દારુ પી રહ્યો હતો ત્યારે અન્ય એક વ્યક્તિએ પોતાના ફોનમાં આ વ્યક્તિનો દારુ પીતો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયમાં વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થઈ જતાં પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આ યુવકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

આ સમગ્ર ઘટના મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગઇકાલે બે આરોપીઓની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કમલેશ ભૂરિયા અને ડાયા મકવાણા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ હવે તેમની સામે ગુનૂ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular